________________
જ્યારે એ ઓ આવ્યા ત્યારે ઋષિ ઉદ્દલકે તેમને નમસ્કાર કર્યા અને તેમને કહ્યું : “હે ઋષિવરો, આપ જે વિષયની જિજ્ઞાસા માટે આવ્યા છો એ આત્મજ્ઞાનના વિષયમાં આપને સંતોષ થાય એવું જ્ઞાન રાજા અશ્વપતિ સમજાવી શકશે, આપ એમની પાસે જાઓ.”
ઋષિઓને આશ્ચર્ય થયું કે વનમાં રહેનારા, નિરંતર આત્મચિંતન કરનારા, ઋષિ સ્વયં આત્માનુભવના વિષયમાં સમજાવી શકતા નથી અને એક સંસારી રાજા પાસે જવાનું કહે છે ! પરંતુ ઉદ્દલક ઋષિ જે કહે છે તે સત્ય જ હશે એમ સમજીને તેઓ અશ્વપતિ રાજા પાસે ગયા.
રાજા અશ્વપતિએ ઋષિઓની ભાવપૂર્વક પૂજા કરી, એમને માન આપ્યું અને તેમની સામે ધનના ઢગલા કર્યા અને કહ્યું “આપને જે યજ્ઞાદિ કરવાના હોય એ આ ધનથી કરી શકશો.” પરંતુ ઋષિઓએ ધનની સામે પણ ન જોયું. રાજાએ વિચાર્યુંઃ “અધર્મીનું ધન ઋષિવરો નથી લેતા, તેથી રાજાએ એમના મનના સમાધાન માટે કહ્યું : “ભગવનું, આ ન્યાયોપાર્જિત ધન છે. પ્રજા જે કર આપે છે તે ઉચિત કરનું આ ધન છે. હું ઉચિત રીતે પ્રજાનું પાલન કરું છું, પ્રજા પ્રેમથી કર આપે છે, તો આપ ગ્રહણ કરો.”
ઋષિઓએ કહ્યું : “રાજનું, અમારે ધનનું કોઈ પ્રયોજન નથી. અમને જાણવા મળ્યું છે કે આપ આત્મજ્ઞાની છો, અમારે આત્માનુભવ અંગે જાણવું છે અને એ માટે જ અમે બધા આપની પાસે આવ્યા છીએ.”
ઋષિઓએ તેમના આગમનનું સાચું પ્રયોજન જણાવી દીધું, પરંતુ જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એનું ઉચિત માન - વિનય-વિવેક ન કરી શક્યા. કારણ કે એમના મનમાં એ વાતનું અભિમાન હતું કે આપણે સંસારત્યાગી સંન્યાસીઓ છીએ અને આ રાજા, સંસારી જીવ છે.
રાજાએ કહ્યું: ‘હે ઋષિવરો, આ બાબતમાં હું કાલે “હા” અથવા “ના” કહીશ - આપને આત્માનુભવના વિષયમાં સમજાવવું કે નહીં.”
આમેય ઋષિવરો જ્ઞાની તો હતા જ. રાજાનો પ્રત્યુત્તર સાંભળીને તેમણે વિચાર કર્યો. રાજાએ આત્મજ્ઞાન આપવાની તત્પરતા કેમ ન બતાવી? શા માટે “હા' અથવા ‘ના’ની વાત કરી ? આપણી યોગ્યતામાં કોઈ ખામી છે !! એમને વાત સમજમાં આવી ગઈ. - “આપણે સંન્યાસી અને રાજા સંસારી. એટલે કે આપણે ઊંચા અને રાજા નીચો...! આ અભિમાન જ આપણી આત્મજ્ઞાનની પ્રાપ્તિની અયોગ્યતા સિદ્ધ કરે છે.”
તે બધા પોતાનું અભિમાન છોડીને, પોતાની મહત્તાનો ખ્યાલ ત્યજીને રાજા [૪]
| શાન્તસુધારસ ભાગ ૨)