________________
હૃદય ગદ્ગદિત થઈ ગયું ! કોઈ પણ પ્રકારનો પૂર્વાપર વિરોધ નથી ! સિદ્ધાંતો વિરુદ્ધ કોઈ આચારવ્યવસ્થા નહીં!
જ્યારે ધમસિદ્ધાંતોનું અધ્યયન-ચિંતન-પરિશીલન કરું છું ત્યારે જ્ઞાનાનંદની કેટલી પ્રેમળ અનુભૂતિ થાય છે! સ્યાદ્વાદ તથા અનેકાન્તવાદનો સિદ્ધાંત, સાત નય અને સપ્તભંગીના સિદ્ધાંતોનું મનન કરતાં તો આ સિદ્ધાંતો બનાવનારા પૂર્ણજ્ઞાની જિનેશ્વર ભગવંતોને વારંવાર વંદન કરું છું.
પૂર્વીય તત્ત્વજ્ઞાનમાં યા પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં ક્યાંય પણ એવા યથાર્થ સિદ્ધાંત વાંચવા મળતા નથી. પ્રત્યેક પદાર્થનું આટલું સુસ્પષ્ટ અને યથાર્થ વિશ્લેષણ કરનારી વિચારપદ્ધતિ અન્યત્ર શોધતાં ય મળે તેમ નથી.
*ઉપશ્રમ શ્રેણી’ અને ‘ક્ષપણક શ્રેણી'માં સાધક આત્મા કેટલી અદ્ભુત શુદ્ધિ પ્રાપ્ત કરતો આગળ વધે છે, ક્રમશઃ કેવા કેવા દોષોનો નાશ કરે છે, અલ્પ સમયમાં આત્મશુદ્ધિ કેટલી અપૂર્વ અને અભુત થઈ જાય છે, એ બધું અગમ-અગોચરની વાતો વાંચીને વિચારીને જિનેશ્વરના ધર્મશાસન પ્રત્યે મારી શ્રદ્ધા, મારો વિશ્વાસ વૃઢ થતો જાય છે.
સમ્યગુ દર્શનરૂપ, સમ્યગુ જ્ઞાનરૂપ અને સમ્યફ ચારિત્રરૂપ આ ધર્મની સાધના - આરાધનામાં જે જીવાત્મા અનુરક્ત થઈ જાય, તો સાહસિક રીતે તે પૂર્ણતાને પામે જ - અચૂક પ્રાપ્ત કરી જાય. પરંતુ ધર્મમાં આસક્ત થઈ જવું જોઈએ, અનુરક્તિ હોવી જોઈએ, તો જ બેડો પાર થઈ જાય છે. - પામવો તો છે મોક્ષ, ઈચ્છું મોક્ષ-મુક્તિ, પરંતુ ધર્મમાં લીન થતો નથી. હજુ ધર્મમાં મારી આસક્તિ થઈ નથી. ધર્મ સિવાયની વાતોમાં મારી આસક્તિ છે. ધર્મથી ભિન્ન વસ્તુઓમાં મારી આસક્તિ છે. ધર્મ - ભિન્ન વસ્તુઓમાં અનુરક્તિ છે. હું પામું ય કેવી રીતે? કેવી રીતે આંતરશત્રુઓ ઉપર વિજય પામી શકું? સંસારની આસક્તિમાંથી છૂટવા માટે મારે ધમસક્તિ પેદા કરવી પડશે. હવે હું શ્રુતધર્મ અને ચારિત્રધર્મમાં આસક્ત બનીશ.
કેટલો મહાન, કેટલો દુર્લભ ધર્મ મને પ્રાપ્ત થયો છે?મારો કેવો મોટો પુણ્યોદય છે? મને કેવો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે ધર્મસાધનાનો? માનવજીવન મળ્યું છે. પાંચેય ઈન્દ્રિયો પરિપૂર્ણ મળી છે. સારું મન મળ્યું છે. સારા સંજોગો મળ્યા છે. કોઈ પણ વાતની કમી નથી. તો હવે હું ધર્મપુરુષાર્થમાં જરાયે પ્રમાદ નહીં રાખું. મનવચન-કાયાથી ધર્મપુરુષાર્થ કરીશ. ધર્મમાં લીન બનીશ.”
આ રીતે પ્રતિદિન ચિંતન કરતા રહેવાથી ધર્મશ્રદ્ધા, ધર્મપ્રીતિ વૃઢથતી જશે. હવે આપણે ગ્રંથકારે જે ચતુર્વિધ ધર્મ બતાવ્યો છે - દાન, શીલ, તપ અને ભાવ - એ
[ ધમપ્રભાવ ભાવના
]