________________
શુભ અને
અશુભ ઉદ્દેશથી પ્રવૃત્ત યોગ અશુભ હોય છે.
હિંસા, ચોરી, અબ્રહ્મ આદિ કાયિક વ્યાપાર અશુભ કાયયોગ છે અને દયા, દાન, બ્રહ્મચર્યપાલન આદિ શુભ કાયયોગ છે. સાવધ ભાષણ, મિથ્યા ભાષણ, કઠોર ભાષણ આદિ અશુભ વચનયોગો છે. બીજાંની બુરાઈનું તથા તેમના વધ આદિનું ચિંતન ક૨વું અશુભ મનોયોગ છે. જ્યારે બીજાંની ભલાઈનું ચિંતન કરવું આદિ તત્ત્વચિંતન, બીજાંના ઉત્કર્ષથી પ્રસન્ન થયું એ શુભ મનોયોગ છે.
પ્રસ્તુતમાં ચાર આસ્રવ ઃ
આમ તો આસ્રવોની (બંધની) સંખ્યા સંબંધમાં ત્રણ પરંપરાઓ જોવા મળે છે. એક પરંપરા અનુસાર કષાય અને યોગ - આ બે જ આસ્રવો છે. બીજી પરંપરા અનુસાર મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ - આ ચાર આસ્રવ માનવામાં આવે છે. ત્રીજી પરંપરામાં ઉક્ત ચાર આસ્રવોમાં પ્રમાદ’ ઉમેરીને પાંચ આસવોનું વર્ણન છે. સંખ્યા અને તેમનાં કારણ, નામોનો ભેદ દેખાવા છતાં પણ તાત્ત્વિક દૃષ્ટિથી આ પરંપરાઓમાં કોઈ અંતર નથી. ‘પ્રમાદ’ એક પ્રકારનો અસંયમ જ છે. એટલા માટે તે અવિરતિ યા કષાયની અંતર્ગત આવી જાય છે. આસ્રવ પહેલો - મિથ્યાત્વ :
હવે ચાર આસ્રવોનો પરિચય કરાવું છું. યાદ રાખો કે જીવ-સરોવરમાં આ ચાર આસવ-દ્વારોથી કર્મોનું જળ વહી આવે છે. આસ્રવ ભાવના દ્વારા, આસ્રવ-દ્વારોને બંધ કરવાની તીવ્ર ઇચ્છા પેદા કરવાની છે અને એ દિશામાં પ્રયત્ન કરવાનો છે. આ દૃષ્ટિએ પ્રથમ મિથ્યાત્વ-દ્વારનો પરિચય કરી લઈએ.
મિથ્યાત્વનો અર્થ છે - મિથ્યાદર્શન. જે સમ્યગ્દર્શન કરતાં વિપરીત છે. આ વિપરીત દર્શન બે પ્રકારે ફલિત થાય છે ઃ ૧. વસ્તુવિષયક યથાર્થ શ્રદ્ધાનો અભાવ અને ૨. વસ્તુનું અયથાર્થ શ્રદ્ધાન. પ્રથમ અને બીજામાં એટલું જ અંતર છે કે પ્રથમ બિલકુલ મૂઢ દેશામાં પણ થઈ શકે છે, જ્યારે બીજું વિચાર દશામાં જ થાય છે. અભિનિવેશને કારણે વિચારશક્તિનો વિકાસ થવા છતાં પણ જ્યારે કોઈ એક જ દૃષ્ટિને પકડવામાં આવે ત્યારે અતત્ત્વમાં પક્ષપાત થઈ જાય છે આ સૃષ્ટિ મિથ્યાદર્શન કહેવાય છે. આ ઉપદેશજન્ય હોવાને કારણે અભિગૃહિત કહેવામાં આવે છે.
/
તમામ એકાન્તિક કદાગ્રહ અભિગૃહિત મિથ્યાદર્શન છે. જો કે તે મનુષ્ય જેવી વિકસિત જાતિમાં જ હોઈ શકે છે. બીજું અનભિગૃહિત મિથ્યાદર્શન કીડા, પતંગિયાં આદિ મૂર્છિત ચેતનાવાળી જાતિઓમાં જ હોય છે.
આસવ ભાવના
૧૦૧