________________
શાસ્ત્રાધ્યયન, આત્માની સાચી ઓળખાણ. પહેલાં આપણે શાસ્ત્રની વાતો કરીએ. શાસ્ત્રાધ્યયન :
એક પ્રશ્ન પ્રાયઃ મુમુક્ષુ આત્મા પૂછતો રહે છે - “વિશુદ્ધ ધ્યાનમાં આપણા મનને કેવી રીતે જોડી રાખવું ?’ આ સવાલનો જવાબ ગ્રંથકાર મહર્ષિ સ્વયં જ આપી રહ્યા છે. તમે શાસ્ત્રોની દુનિયામાં વસી જાઓ ! આ દુનિયામાં રહેતા હોવા છતાં દુનિયાની ભીડમાંથી બહાર નીકળી જાઓ. રાગી અને દ્વેષી એવા સંક્રામક રોગવાળા જીવોથી સંપર્ક તોડી નાખો. હા, ધર્મશાસ્ત્રની પણ એક વિશાળ દુનિયા છે. સુંદર અને સરસ છે એ દુનિયા. આ દુનિયામાં શાસ્ત્રવેત્તા મહાપુરુષ દિનરાત જિજ્ઞાસુ જીવાત્માઓને શાસ્ત્રાધ્યયન કરાવતા રહે છે. એમના દિલમાં વાત્સલ્ય અને કરુણાના ઉચ્ચતમ ભાવ ભર્યા હોય છે અને અધ્યયન કરનારાઓના દિલમાં ભક્તિ, વિનય અને વિવેકના ભાવ ઉલ્લસિત થાય છે.
ગુરુશિષ્યના આ સંબંધ એવા લોકોત્તર સંબંધ હોય છે કે ત્યાં ન તો કોઈ સ્વાર્થની ખેંચાતાણી હોય છે કે ન તો થતા હોય છે ગુણદોષના ઝઘડાઓ ! વાણી-વ્યવહાર એટલો તો મધુર હોય છે, સાચો હોય છે કે ત્યાં કદીય કોઈને કશો ઉદ્વેગ જ ન હોય.
ન
મારે વૈરાગ્યમાર્ગ ઉપર ચાલવું છે અને વીતરાગતા પ્રાપ્ત કરવી છે.” આ ધ્યેયનું અનુસરણ કરતાં તમે શાસ્ત્રોનું અભિનવ જ્ઞાન પ્રાપ્ત કરતા રહો. જિનશાસ્ત્રોનું તમે અધ્યયન - મનન - ચિંતન કર્યું હોય તે શાસ્ત્ર તમે બીજાંને ભણાવતા રહો. તમારા સહયાત્રીઓને તમે જ્ઞાન આપતા રહો. મનને શાન્ત અને સંયમી રાખો :
શાસ્ત્રોનું ચિંતન-મનન કરવા માટે, અનુપ્રેક્ષા કરવા માટે સાધકે પોતાની ચિત્તવૃત્તિઓને શાન્ત રાખવી જોઈએ. પ્રશાંત બનાવવી જોઈએ. વૈચારિક ઉગ્રતા છોડી દેવી જોઈએ. દુરાગ્રહોનો ત્યાગ કરવો જોઈએ. એ ચિંતનના પરિપાક રૂપે જે વિશિષ્ટ અર્થબોધ પ્રાપ્ત થાય એ અર્થબોધ જિજ્ઞાસુની યોગ્યતા - પાત્રતા અનુસાર આપવો જોઈએ.
શાસ્ત્રાધ્યયન આત્મલક્ષી હોવું જોઈએ ઃ
શાસ્ત્રોનું ચિંતન-મનન આત્મલક્ષી હોવું જોઈએ. એટલે કે માત્ર વિદ્વત્તા માટે શાસ્ત્રાધ્યયન કરવાનું નથી. શાસ્ત્રાધ્યયન આત્મસંશોધન માટે કરવાનું છે. એવું વિચારતા રહેવું કે “આજના દિવસે હું શાસ્ત્રોની આજ્ઞા અનુસાર કેટલું જીવન જીવ્યો ? અને શાસ્ત્રોની આજ્ઞાનું કેટલું ઉલ્લંઘન કર્યું ?
૧૮૪
શાન્તસુધારસ : ભાગ ૨