________________
ગુરુ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ.
એ રીતે પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા, શરણાગતિ અને સમર્પણ ભાવ જોઈએ; ત્યારે એ શિષ્ય ઉપર ગુરુકૃપા, પરમાત્મકૃપા અવતરિત થાય છે. કેટલાક આત્માઓમાં સહજરૂપથી આ ત્રણ વાતો જોવા મળે છે. જન્મ-જન્માન્તરના સંસ્કારો હોય છે. દેવગુરુની શક્તિમાં નિઃશંક બનો :
શ્રદ્ધા, સમર્પણ અને શરણાગતિ ત્યારે જ આવે છે કે જ્યારે જીવાત્મા નિઃશંક હોય છે. દેવગુરુની શક્તિમાં નિઃશંક બને ત્યારે જ વિકલ્પોથી મન મુક્ત થાય છે અને શાન્તસુધા૨સનો અનુભવ કરે છે. એ નિઃશંકતા પણ આવે છે કે જ્યારે મનુષ્યની બુદ્ધિ સ્વચ્છ અને સ્વસ્થ હોય. આસ્રવોને રોકવા માટે આ એક વિધાયક માર્ગ છે. બુદ્ધિમાં શંકા અને અસ્થિરતા ન હોવી જોઈએ.
શાલિભદ્ર મુનિ અને ધન્ય મુનિએ અનશન વ્રતમાં પરમ શાન્તિનો અનુભવ કેવી રીતે કર્યો હશે, એ વાત હવે સમજ્યાને ? શાલિભદ્ર અને ધનાજીને દીક્ષાને બીજે દિવસે ભદ્રામાતા અને શાલિભદ્રની ૩૨ પત્નીઓ વંદન કરવા આવ્યાં હતાં. તેમણે ભગવાન મહાવીરને ધન્યમુનિ તથા શાલિભદ્રમુનિએ પૂછ્યું હતું. ભગવાન મહાવીરે કહ્યું હતું કે બંને જણા વૈભારગિરિ ઉપર ગયા છે અને એમણે અનશન વ્રત ધારણ કર્યું છે. ત્યારે ભદ્રામાતા પોતાની પુત્રવધુઓ સાથે વૈભારગિરિ ઉપર ગયા હતા; ત્યાં તેમણે શાલિભદ્ર મુનિ અને ધન્ય મુનિને પાષાણની શિલા ઉપર સૂતેલા જોયા. આંખો બંધ હતી. બંને પરમાત્માના ધ્યાનમાં લીન હતા. માતાએ શાલિભદ્રને બોલાવ્યા, પરંતુ તેમણે સાંભળ્યું જ નહીં. તે કેવી રીતે સાંભળે ? તેઓ તો નિરંતર પરમાત્માના ધ્યાનમાં લીન હતા. તેમણે આંખો ખોલીને માતા યા પત્નીઓ સામે જોયું પણ નહીં.
આ ત્યારે જ સંભવ બને કે જ્યારે આત્મા શાન્તિના, સમતાના સમુદ્રમાં ઊંડો ડૂબી જાય. તમે લોકો કલ્પના પણ ન કરી શકો ! તમે લોકો આ રીતે માત્ર ૧૨ નવકારમંત્ર પણ ન જપી શકો. મન સ્થિર રહેતું નથી. તન સ્થિર રહેતું નથી. શ્રદ્ધા નથી. શરણાગતિ નથી. સમર્પણ નથી. પરમ શાન્તિ પ્રત્યે નિઃશંક નથી, પછી દેવગુરુની કૃપાને પાત્ર કેવી રીતે બની શકો ? બુદ્ધિ સ્થિર નથી, સ્વસ્થ નથી, પછી સમતામૃત પાન કેવી રીતે કરી શકો ? ન કરી શકો.
સમતામૃતનું પાન કરવું છે ? :
પહેલી વાત તો એ છે કે તમારો પોતાનો સંકલ્પ છે સમતામૃત પાન કરવાનો? પ્રબળ ઇચ્છા ઉત્પન્ન થઈ છે ? એકાન્તમાં તમારા આત્માને પૂછ્યું છે ? સ્વસ્થ અને સ્થિર બુદ્ધિથી કદીય આસવોને રોકવાનો વિચાર આવે છે ? આસવોને રોકવા
શાન્તસુધારસ : ભાગ ૨
૧૪૦