________________
પડશે, તેમના દ્વાર બંધ કરવા પડશે, ત્યારે જ સમતા ભાવ આવી શકશે. આસ્રવદ્વાર બંધ નથી થતાં, પુણ્યકર્મ અને પાપકર્મ આત્મામાં આવતાં રહે છે, તે મન, વચન, કાયાને ચંચળ અને અસ્થિર બનાવે છે. આથી સમતાનો અનુભવ થઈ શકતો નથી.
આસવોને રોકવા પડશે - ગમે તેમ કરીને રોકવા પડશે. આસવોને અટકાવવાનો ઉપાય વિચારો.
સભામાંથી અમે લોકો તો અર્થકામની જ ચિંતા કરતા રહીએ છીએ. કદી આવોનો વિરોધ કરવાનું વિચાર્યું જ નથી !
મહારાજશ્રી : એટલા માટે ધર્મક્રિયાઓ કરવા છતાં પણ તમે શાન્તિ-સમતા પામતા નથી. શાન્તિ-સમતા પામવાનો ઉપાય માત્ર ધર્મક્રિયા નથી, આસવોને રોકવા એ છે. ધર્મક્રિયા અને ધર્મધ્યાન કરતાં કરતાં તમે આસ્રવ-નિરોધ’ કરતા રહો. એ બધી ભાવનાઓ આસવ-નિરોધ કરવામાં સહાયક બનશે. - જ્યાં સુધી ‘શાન્ત સુધારસ' ગ્રંથ ઉપર પ્રવચન સાંભળો છો ત્યાં સુધી તો તમે અનિત્ય ભાવની ભાવનાથી શરૂ કરીને ‘આસવ ભાવના' સુધી સાત ભાવનાઓ ઉપર પ્રતિદિન ચિંતન કરતા રહો. રાત્રિ કે દિવસનો કોઈ સમય નિશ્ચિત કરો. ભાવનાઓના ચિંતનથી પણ શાન્તિ મળશે, સમતા મળશે, સ્વસ્થતા મળશે, અન્યથા માત્ર સાંભળવાથી કોઈ વિશેષ ઉપલબ્ધિ નહીં થાય. સ્વચ્છ અને સ્વસ્થ બુદ્ધિઃ
ઉપાધ્યાયજી મહારાજે આસવ-નિરોધને માટે અને શાન્તસુધારસના પાન માટે બુદ્ધિને પરિમાર્જિત કરવાનો ઉપાય બતાવ્યો છે. બુદ્ધિ પરિમાર્જિત થશે ભાવનાઓ દ્વારા. આમ તો એક ભાવના પણ બુદ્ધિને પરિમાર્જિત કરવા માટે પર્યાપ્ત થાય છે. એક એક ભાવનાની અનુપ્રેક્ષાથી, જે જે સ્ત્રીપુરુષોની બુદ્ધિ સ્વચ્છ અને સ્વસ્થ બની, તે લોકો ‘આસ્રવ-નિરોધ’ કરવા સમર્થ બન્યાં અને પરમ શાન્તિ પ્રાપ્ત કરવામાં સમર્થ બન્યાં. - બુદ્ધિનો દુરુપયોગ બંધ કરો. બુદ્ધિનો દુરુપયોગ કરનારાઓનું નૈતિક પતન થાય છે, ધાર્મિક અને આધ્યાત્મિક પતન થાય છે. મેં તમને અનેક આસવોનાં નામ બતાવ્યાં છે, એકાદ પણ આસ્રવ જીવનો વિનાશ કરવામાં સમર્થ બને છે. કેટલાં વૃષ્ટાંત બતાવું?
[
આસ્રવ ભાવના
કાર
.
૧૪૧]