________________
સ્વાધ્યાય તપ :
આપ્યંતર તપમાં શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે - ‘સ્વાધ્યાય’ તપને. સત્ત્તાય समो तवो नत्थ સ્વાધ્યાય સમાન બીજું કોઈ તપ નથી. એનું કારણ છે ‘કર્મનિર્જરા.’ વધારેમાં વધારે કર્મનિર્જરા સ્વાધ્યાયથી થાય છે. એટલા માટે જ્ઞાની પુરુષો કહે છે ‘સ્વાધ્યાય’ કરતા રહો. સ્વાધ્યાયની પરિભાષા કરતાં કહ્યું છે કે अध्ययनं = आध्यायः सुष्ठु आध्यायः स्वाध्यायः ।
જો તમે સાધુ-સાધ્વી હો તો તમારે દિવસ-રાતના આઠ પ્રહર (૨૪ કલાક)માં પાંચ સ્વાધ્યાય કરવાના હોય છે. એટલે કે ૧૫ કલાક સ્વાધ્યાય માટે હોય છે. સ્વાધ્યાયના પાંચ પ્રકાર હોય છે,
૧. વાચના : ગુરુદેવ પાસેથી વિનયપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવું. .
૨. પૃચ્છના ઃ જે ભણ્યા હો તેમાં શંકા ઊઠે અગર જિજ્ઞાસા પેદા થાય, તો પ્રશ્ન પૂછવો.
૩. પરાવર્તના જે સૂત્ર અને શંકારહિત થઈ ગયા તેમનું રોજ પુનરાવર્તન – રીવીઝન કરતા રહેવું.
૪. અનુપ્રેક્ષા : પુનરાવર્તન કરતાં કરતાં એ વિષય (Subject)માં ચિંતન-મનન કરીને તાત્પયર્થિ સમજવો.
૫. ધર્મકથા : પછી એ તત્ત્વજ્ઞાન, બીજાંને, જિજ્ઞાસુઓને સમજાવવું, ઉપદેશ આપવો.
આ રીતે જો સાધુ-સાધ્વી સ્વાધ્યાયમાં નિરત રહે, તો તે માનસરોવરના રાજહંસની જેમ આનંદ પામી શકે છે. એમનાં મન પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફ જઈ શકતાં નથી.
કોશાના ઘરમાં સ્થૂલભદ્રજી :
કોશા મગધદેશની રાજધાની પાટલીપુત્રની પ્રસિદ્ધ નૃત્યાંગના હતી. મગધનરેશ નંદના મહામંત્રી શકડાલના જ્યેષ્ઠ પુત્ર હતા સ્થૂલભદ્રજી. એમને સાત બહેનો અને એક નાનો ભાઈ હતો. સ્થૂલભદ્રજી કોશાના મોહમાં ફસાયા હતા. બાર વર્ષ વીતી જાય છે. રાજકીય ષડ્યુંત્રમાં શકડાલનું મોત થઈ જાય છે. પછી સ્થૂલભદ્રજી વિરક્ત થઈ જાય છે અને દીક્ષા-ચારિત્ર લઈ લે છે. ગુરુદેવ પાસે તે ટૂંક સમયમાં સારું જ્ઞાન પામે છે. ઇન્દ્રિયનિગ્રહ અને મનોજય કરે છે. પછી કોશાને શ્રાવિકા બનાવવા માટે કોશાની ચિત્રશાળામાં ચાતુમસ કરવા જાય છે.
નિર્જરા ભાવના
૨૩૩