________________
કોશા સામાન્ય વેશ્યા ન હતી. તે શ્રેષ્ઠ નર્તકી હતી. એનું રૂપ અદ્ભુત હતું. અનેક કળાઓમાં તે પ્રવીણ હતી. સાધુના વેશમાં તેણે સ્થૂલભદ્રને જોયા કે જેને એ પતિની જેમ પ્રેમ કરતી હતી, તો એના મનમાં દુઃખ થયું, પણ એણે વિચાર્યું કે “હું એને ફરીથી રાગી બનાવી દઈશ, સાધુવેશ છોડાવી દઈશ.” અને એણે એ દિશામાં પોતાનો પ્રયત્ન શરૂ કરી દીધો. - કોશા દરરોજ ષડ્રરસનાં ભોજન બનાવે છે અને રોજ સ્થૂલભદ્રજીને વહોરાવે છે. - સોળ શણગાર સજીને એ સ્થૂલભદ્રજી સામે નૃત્ય કરતી હતી. - શૃંગાપ્રધાન ગીત સંગીતથી મુનિવરને પ્રસન્ન કરવાનો વિશિષ્ટ પ્રયત્ન કરતી
હતી. કોઈ વાર હસવું, કોઈ વાર રોવું, કોઈ વાર રીસાવું - રીઝવું.... વગેરે નાટક કર્યા કરતી હતી.
પરંતુ સ્થૂલભદ્રજી તો તત્ત્વચિંતનમાં જ મગ્ન રહેતા હતા. એમના મનમાં ન તો વિકાર ઉત્પન્ન થતા હતા કે ન તો રાગ જન્મતો હતો. એક કવિએ આ ઘટનાને સરસ રીતે કાવ્યબદ્ધ કરી છે. સાંભળો -
આવી ઊતય ચિત્રશાલી, રૂડી રતને જડી રઢીયાલી, માંહે શોભે મોતીની જાલી રે, સ્થૂલિભદ્ર મુનિ ઘર આવે. ૧ પકવાન તિહાં બહુભાત ઉપર ચોસઠ શાકની જાત, તો ય ન ગમે વિષયની વાત.... સ્થૂલિભદ્ર મુનિ ઘર આવે ૨ કોશા સજી સોળ શણગાર - કાજલ કુમકુમ ને ગલે હાર, અણવઢ અંગુલી વિછિયા સારે.. સ્થૂલિભદ્ર મુનિ ઘર આવે.. ૩ દ્વાદશ ધપમપ માદલ બાજે ભેદી, મંગલી વીણા ગાજે એમ રૂપે અપચ્છરા રાજે રે સ્થૂલિભદ્ર મુનિ ઘર આવે.. ૪ કોશાએ વાત વિષયની વખાણી, ચૂલિભદ્ર હૃદય ન આણી, હું તો પરણ્યો સંયમ પટરાણી રે, સ્થૂલિભદ્ર મુનિ ઘર આવે. ૫ એહવા બહુવિધ નાટક કરિયા, યૂલિભદ્ર હૃદય ન ધરિયા, સાધુ સમતા રસના દરિયા રે સ્થૂલિભદ્ર મુનિ ઘર આવે. ૬ સુખ રેવો જીવે અનુભવીઓ ૨. કાલ અનંતો એમ જ ગમીયો તોયે તૃપ્તિ જીવ ન પામ્યો છે. સ્થૂલિભદ્ર મુનિ ઘર આવે. ૭ વેશ્યાને કીધી સમકિત ધારી, વિષય સુખ-રસ નિવારી એહવા સાધુને જાઉં બલિહારી. સ્થૂલિભદ્ર મુનિ ઘર આવે... ૮
(ખુશાલવિજયજી કૃત).
શાન્તસુધારસ : ભાગ ૨
૨૩૪