________________
આચાર્યની વૈયાવચ્ચ.
- ઉપાધ્યાયની વૈયાવચ્ચ.
-
વિશિષ્ટ તપવાળા તપસ્વીની વૈયાવચ્ચ.
શૈક્ષ (નૂતન) સાધુની વૈયાવચ્ચ. બીમાર સાધુની વૈયાવચ્ચ.
સ્થવિર એટલે કે વૃદ્ધ સાધુની વૈયાવચ્ચ. ચતુર્વિધ સંઘની વૈયાવચ્ચ.
એક જ આચાર-વિચારવાળા (સમનોજ્ઞ) સાધુઓની વૈયાવચ્ચ.
સમાન કુળ (ચાન્દ્રકુલાદિ)વાળા સાધુઓની વૈયાવચ્ચ.
કોટિગણ આદિ સમાન ગણવાળા સાધુઓની વૈયાવચ્ચ.
આ વિશેષ રૂપે વૈયાવચ્ચ-સેવા બતાવવામાં આવી છે. એમાં જે ચતુર્વિધ સંઘની વાત કરી છે એ મહત્ત્વપૂર્ણ છે. ચતુર્વિધ સંઘમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાનો સમાવેશ થાય છે. કુલ ગણ આદિ બતાવીને સેવાનું ક્ષેત્ર કેટલું વિશાળ છે એ બતાવવામાં આવ્યું છે. આ વાત ઉપર ગંભીરતાથી વિચાર-વિમર્શ કરવો જોઈએ. બીમારની વૈયાવચ્ચ - મહત્ત્વપૂર્ણ :
-
-
-
ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે - નો શિાળ ડિવપ્નદ્ સો માં પડિવપ્નદ્ । જે ગ્લાનની - બીમારની સેવા કરે છે, તે મારી સેવા કરે છે. આ કથનનું તાત્પર્ય સમજવું જોઈએ. બીમારની સેવા કેટલી મહત્ત્વપૂર્ણ છે એ વાત મનમાં ઉતા૨વી જોઈએ. બીમાર સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની તન-મન-ધનથી સેવા કરો; એ રીતે બીજાં મનુષ્યની, પશુપક્ષીનીય સેવા કરો. પાંજરાપોળમાં જઈને જુઓ. બીમાર પશુપક્ષીઓની સેવા માટે આર્થિક સહયોગ આપો. હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં જતા રહો અને જે નિર્ધન, અપંગ દરદી હોય તેમને વચનથી આશ્વાસન આપો. દવા વગેરે જે જરૂરી હોય તે આપો. જો તમે આર્થિક દૃષ્ટિથી સંપન્ન હો તો વધારેમાં વધારે ખર્ચ બીમારની સેવામાં કરો.
જો તમે સાધુ હો, સાધ્વી હો, તો તમારી સાથે રહેનાર સાધુ-સાધ્વી જો બીમાર હોય તો સર્વ કામ છોડીને એમની સેવા કરો એવી જિનાજ્ઞા છે. સેવા - ગ્લાનની વૈયાવચ્ચ ‘અપ્રતિપાતી ગુણ’ છે. એટલે કે એ ગુણ માનવને મુક્તિ સુદ્ધાં અપાવે છે. આ ગુણને અખંડ રાખવાનો છે. જીવનનું મહત્ત્વપૂર્ણ કાર્ય સમજવાનું છે. વૈયાવચ્ચથી તમે નિકાચિત પુણ્યકર્મ બાંધી લો છો.
૨૩૨
શાન્તસુધારસ : ભાગ ૨