________________
કાદવમાં સોનું અને લોખંડ બંને પડ્યાં છે. બંનેની પ્રકૃતિ અલગ-અલગ હોય છે. કાદવમાં પડેલા સોનાને કાટ લાગતો નથી, તે તો બિલકુલ સાફ રહેશે, પરંતુ લોઢા ઉપર કાટ લાગી જશે. આમ સોનાની અને લોખંડની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હોય છે. એ જ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હોય છે. ઘટના સમાન હોય છે, જ્ઞાની અલિપ્ત રહેશે જ્યારે અજ્ઞાની લેવાશે.
જ્ઞાનીની ઓળખાણ માટે ત્રણ વાતો કહી - ઉપચાર બુદ્ધિ, ઈચ્છાઓનો અભાવ અને અલિપ્તતા. આ ત્રણ તત્ત્વો એવાં છે કે જ્ઞાનીની જીવનયાત્રાને નિરપવાદ બનાવે છે. જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ બતાવી દે છે. પરપદાર્થોનો લોભ છોડો:
હા, એક વાત સમજવી કે જીવ અનાદિકાળથી અજ્ઞાની જ રહ્યો છે. એને જ્ઞાની બનવું પડશે. ભીતરમાં જ જ્ઞાન છે. ભીતરમાં જ જ્ઞાનદશા છે. પ્રકટ કરવાનો પુરુષાર્થ કરવાનો હોય છે. આ પુરુષાર્થમાં વિઘ્ન નાખનારાં અનેક તત્ત્વો હોય છે. એક તત્ત્વ છે - લોભ. અજ્ઞાનજનિત હોય છે લોભ, વૈષયિક સુખોનો લોભ, પદગલિક પદાર્થોનો લોભ જીવાત્માને આત્મહિતની દિશામાં અગ્રેસર નથી થવા દેતો. લોભથી રાગદ્વેષના તીવ્ર અધ્યવસાય પેદા થાય છે. ભય અને આકાંક્ષાની તીવ્રતા પેદા થાય છે. વર્તમાન કાળમાં પૂર્વકાળની અપેક્ષાએ લોભ વધારે પ્રમાણમાં વધી ગયો છે એમ લાગે છે. '
લોભ વધવાથી ભય વધે છે, અનેક સમસ્યાઓ પેદા થાય છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉપદ્રવ વધી જ જાય છે. શારીરિક ઉપદ્રવ છે અગ્નિમંદતા. અગ્નિમંદતાથી ભૂખ ઓછી થઈ જાય છે. ભોજનરચિ મરી જાય છે. દુનિયાની વિચિત્રતા પણ કેવી છે! જેની પાસે ધનના ઢગલા છે એનો અગ્નિ મંદ હોય છે અને જેમનો અગ્નિ તેજ હોય છે તે લોકોને ભોજન મળતું નથી ! કેવો વિરોધાભાસ છે આ?!
માનસિક ઉપદ્રવ હોય છે ચિંતાઓનો. લોભી તો ચિંતાગ્રસ્ત જ રહેશે. જે ધન એની પાસે હશે એની રક્ષાની ચિંતા સતાવે છે અને નવું ધન પ્રાપ્ત કરવાની ચિંતા જાગે છે. એનાથી એના મનનાં અધ્યવસાયક્રૂર બને છે અને તે સત્વર રૌદ્ર ધ્યાનમાં પહોંચી જાય છે. અત્યંત પ્રતિ આકર્ષણઃ
આત્માથી જે અન્યત્ - અન્ય છે, પર છે, ભિન્ન છે એવા પૌલિક પદાથોનું આત્માને અનાદિકાળથી આકર્ષણ છે. જીવનયાત્રામાં આ આકર્ષણ અને વિકર્ષણ
[ અન્યત્વ ભાવના |
૨૩]