________________
ચાલતું રહે છે. એક જ વસ્તુ પ્રત્યે આકર્ષણ અને વિકર્ષણ ચાલતું રહે છે. આકર્ષણે અને વિકર્ષણે જીવનમાં અનેક સમસ્યાઓ પેદા કરી છે.. પદાર્થો પ્રત્યે આકર્ષણ, સત્તા પ્રત્યે આકર્ષણ, ભોજન વસ્ત્રાદિ પ્રત્યે આકર્ષણ ! વ્યક્તિ પ્રત્યે આકર્ષણ... ચારે તરફ આકર્ષણ જ આકર્ષણ.... પછી વિકર્ષણ અને પાછળથી ઘર્ષણ ! આકર્ષણ અને વિકર્ષણ સાથે ઘર્ષણ જોડાયેલું જ છે,
પુણ્યનો ઉદય આકર્ષણનું નિમિત્ત છે, પાપનો ઉદય વિકર્ષણનું પ્રબળ કારણ હોય છે. પછી થતું રહે છે - ઘર્ષણ ! આ ઘર્ષણમાં ખરેખર આત્માની વિસ્મૃતિ થઈ જાય છે. આત્માની - ચૈતન્ય સ્વરૂપની વિસ્મૃતિ થતાં ધર્મ અવતરિત થતો નથી. એ આત્મહિતની સાધના કરી શકતો નથી.
પુણ્યકર્મોના ઉદયથી મળનારાં સુખોનું આકર્ષણ મોટું હોય છે, ભયાનક હોય છે. આ આકર્ષણ ગમે તેમ કરીને દૂર કરવું જોઈએ. પુણ્યકર્મજનિત એક પણ સુખનું આકર્ષણ ન રહેવું જોઈએ, તે પછી જ મનુષ્ય આત્મભાવમાં સ્થિરતા પ્રકટ કરી શકે છે. પુણ્યકર્મજનિત સુખોનું આકર્ષણ કપાઈ જશે કે તરત જ પાપકર્માનિત દુઃખો સહન કરવાની શક્તિ પણ પ્રાપ્ત થશે. હા, શક્તિ પ્રાપ્ત કરવી જ પડશે, નહીંતર દુઃખોનો કાય૨ મનુષ્ય ભૌતિક સુખો પ્રત્યે આકર્ષિત થશે જ. દુઃખ સહન કરવાની શક્તિ આત્મામાંથી પ્રકટે છે. આધ્યાત્મિક ચેતનામાંથી પ્રાપ્ત થાય છે. “મારા આત્મામાં અનંત શક્તિ ભરી પડી છે.” - આ વિશ્વાસ મનુષ્યને મોત સામેય નિર્ભય બનાવે છે. દુઃખ-ઝંઝાવાતમાં પણ મેરુવત્ અડગ બનાવે છે. આત્માથી અન્યત્ છે, ભિન્ન છે, ૫૨ છે, એનું આકર્ષણ તોડવું જ પડશે. મન-વચન-કાયાથી આકર્ષણ તોડવું પડશે, તો જ આત્મકલ્યાણનો - આત્મહિતનો સાચો પુરુષાર્થ પ્રાપ્ત થશે. આવો પુરુષાર્થ કરવાનું સામર્થ્ય વધે એ જ મંગલ કામના.
આજે બસ, આટલું જ.
૨૪
શાન્તસુધારસ : ભાગ ૨