________________
અસ્થિર, મલિન અને પરાધીન શરીરથી સ્થિર, નિર્મળ અને સ્વાધીન ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે, તો શું તે પર્યાપ્ત નથી? આપણું શરીર અસ્થિર, મલિન અને પરાધીન છે. જ્યારે જ્યારે શરીરના રૂપથી, શક્તિથી, સૌન્દર્યથી અભિમાન પેદા થાય ત્યારે આ વાત યાદ કરવી કે ‘આ શરીર અસ્થિર છે, ચંચળ છે. રૂપ, શક્તિ અને સૌન્દર્ય પણ ચંચળ છે. સદેવસ્થિર રહેનારું નથી. આમ જોતાં શરીરમાં જે કંઈ માંસ, રૂધિર આદિ ભરેલાં છે તે બધાં જ મલિન છે, ગંદાં છે અને આપણે આપણી ઇન્દ્રિયોને પરાધીન છીએ. સાંભળવું, જોવું, સુંઘવું, સ્વાદ લેવો, પ્રિય સ્પર્શ કરવો. આ બધું ઇન્દ્રિયોને આધીન છે.
આવા શરીરથી ધર્મ કરી લેવાનો છે. એક-એક ઈન્દ્રિયને ધર્મમાં જોડવાની છે. કાનથી જિનવાણી સાંભળતા રહો. આંખોથી પરમાત્માનો યા સદ્દગુરુનાં દર્શન કરતા રહો. જીભથી પ્રિય અને સત્ય વચન બોલતા રહો. હાથ અને પગથી સત્કાર્ય કરતા રહો. જીવનમાં વિવિધ તપ કરતા રહો. કરેલો ધર્મ સ્થિર હશે, તો. જન્મજન્માન્તર સાથે રહેશે. ધર્મનિર્મળ હશે તો આત્માને નિર્મળ કરશે અને ધર્મજ આત્માની સ્વાધીનતા તરફ લઈ જાય છે. કર્મોનાં બંધન તૂટતાં આત્મા સ્વતંત્ર બની જાય છે. આ કાર્ય આ નાશવંત શરીરથી કરવાનું છે - કરી લેવાનું છે. આ વૈરાગ્યશતક'માં કહેવામાં આવ્યું છે - धम्मो बंधु सुमित्तोय, धम्मो य परमोगुरु । मुक्खमग्ग पयट्टाणं, धम्मो परमसंदणो ॥
ધર્મ આપણો બંધુ છે, સારો મિત્ર છે, શ્રેષ્ઠ ગુરુ છે અને મોક્ષમાર્ગ ઉપર ચાલનારાઓ માટે ઉત્તમ રથ છે.”
તમારે સાચો સહૃદયી ભાઈ જોઈએ? તમને સુખદુઃખમાં સાથી એવો મિત્ર જોઈએ? તમારે મોક્ષમાર્ગપ્રદર્શક ગુરુ જોઈએ? એ ધર્મ છે! મોક્ષમાર્ગ ઉપર તીવ્ર ગતિથી ચાલનારો રથ પણ ધર્મ છે. હૃદયમાં દાન-શીલ-તપ અને ભાવરૂપ ધર્મને સ્થાપિત કરો. હૃદયમાં ક્ષમા, નમ્રતા, સરળતા, સત્ય આદિ દશવિધ ધર્મને સ્થાન આપો. હૃદયમાં અહિંસા, સંયમ અને પરૂપ ધર્મને વસાવો. નહીં રહે દુઃખ, નહીં રહે અશાન્તિ.
જો હૃદયમાં - જીવનમાં ધર્મને સ્થાન ન આપ્યું અને અધર્મનો આશ્રય લીધો, તો નર્ક સિવાય કોઈ અન્ય સ્થાન નહીં મળે.
ते चेव जोणिलक्रवा भमियव्वा पुण वि जीव ! संसारे । लहिऊण माणुसत्तं जइ न कुणसि न उज्जमं धम्मे ॥
[૨૮૦
શાન્તસુધારસઃ ભાગ ૨