________________
અરે જીવ ! મનુષ્યજન્મ પામીને જો ધમધમ ન કર્યો, તો સંસારની લાખો યોનિઓમાં ભટકાવું પડશે. એટલે કે સંસારમાં લાખો વાર જન્મ લેવો પડશે -મરવું પડશે. •
માત્ર આ વર્તમાન જીવનનો જ વિચાર ન કરો, મૃત્યુ પછી ક્યાં જઈશ? કઈ ગતિમાં મારો જન્મ થશે?” આ વિચાર ગંભીરતાપૂર્વક કરવાની જરૂર છે. કારણ કે મોત ગમે ત્યારે આવી શકે છે. પરલોક્યાત્રા ગમે ત્યારે શરૂ કરવી પડે છે. સાથે ધર્મ હશે તો પરલોક યાત્રા સુખદ બનશે. અધર્મ સાથે હશે તો દુઃખદ બનશે. અધર્મ તિર્યંચગતિ અને નર્કગતિમાં લઈ જાય છે. એટલા માટે ક્ષણિક સુખોમાં મુગ્ધ થઈને પાપાચરણ ન કરો. અટકી જાઓ. દુર્ગતિની દિશા છોડીને સદ્ગતિ તરફ જુઓ. ધર્મપ્રભાવ : - ભાવના એટલા માટે બતાવવામાં આવી છે કે આપણે વારંવાર ધર્મના પ્રભાવને જાણી શકીએ - સમજી શકીએ. ધર્મ પ્રત્યે આપણા હૃદયમાં શ્રદ્ધા અને પ્રીતિ થાય. જીવનમાં ધર્મ આચરવાની અભિલાષા પ્રકટે. ધર્મપુરુષાર્થ કરવાનો વીયલ્લાસ પ્રકટે. - “હવે મારે સંસારની યોનિઓમાં જન્મ-મરણ નથી પામવાં” - આ નિર્ણયની સાથે તમે “ધર્મપ્રભાવ' ભાવનાને આત્મસાત્ કરતા રહો.
આજે બસ, આટલું જ.
ધમપ્રભાવ ભાવના.
૨૮૧
19