________________
યક્ષરાજના સહારે અમે ભાગ્યા. શું એ અમારો વિશ્વાસઘાત નથી? એક સમર્પિત નારી પ્રત્યે અન્યાય નથી?”
દેવીના આ ભારે રુદને અને એના વિલાપે એને વિચિત્ર દ્વિઘામાં મૂકી દીધો. એક તીક્ષ્ણ અને કડવાશભર્યું વાતાવરણ સમુદ્રમાં આકાર લેવા માંડ્યું. જિનરક્ષિતનો સર્વનાશઃ
જિનરક્ષિત યક્ષરાજની વાત ભૂલી ગયો. મોહાસક્તિએ એને દેવી તરફ જોવા માટે મજબૂર કરી દીધો. જેવું એણે દેવી તરફ જોયું કે તરત જ યક્ષરાજે તેને પીઠ ઉપરથી નીચે ફેંકી દીધો. જેવો એ નીચે પડ્યો કે તરત રત્નાદેવીએ તીવ્ર આક્રોશ કર્યો અને નિર્દયતાથી પોતાના ત્રિશૂળ વડે તેના અસંખ્ય ટૂકડા કરી દીધા અને ચારે કોર ઊછાળી નાખ્યા. જિનરક્ષિતને મારીને તે અટ્ટહાસ્ય કરતી રત્નદ્વીપ તરફ પાછી ફરી ગઈ. જિનપાલિતનું ચિંતનઃ
જિનપાલિતે જિનરક્ષિતની ક્રૂર હત્યા જોઈને દેવીનું સાચું સ્વરૂપ જાણી લીધું. સ્ત્રીનો સ્નેહે સાચો નથી હોતો. એ તો મોહવિકાર હોય છે. અમારી નાનકડી ભૂલ થઈ જાય, તો તે સદાય શૂળી ઉપર જ ચડાવી દે. અથવા આપણા કરતાં વધારે સ્વરૂપવાન, બળવાન પુરુષ મળી જાય તો ય તે અમારી હત્યા જ કરી દેત. જિનરક્ષિત આ વાત ન સમજી શક્યો. એણે મોહવિકારને સાચો પ્રેમ માની લીધો. દેવીની કપટલીલાને એ સમજી ન શક્યો. તે કરુણ રુદનથી, તીવ્ર વિલાપથી અને દુઃખપૂર્ણ શબ્દોથી મોહવિવશ થઈ ગયો, અસત્યને તેણે સત્ય માની લીધું. દંભી પ્રતારણાને તેણે સાચી માની લીધી અને તે ખરાબ મોતે મર્યો.
જિનપાલિત જિનવચનોના માધ્યમથી વિચારી રહ્યો હતો. એણે પોતાના હૃદયને યક્ષરાજનાં વચનોથી ભાવિત કરી દીધું હતું. એટલે રત્નાદેવીનાં વચનોની એના હૃદય ઉપર કોઈ અસર ન પડી. યક્ષરાજે એને ચંપાનગરીના ઉધાનમાં ઉતારી દીધો. યક્ષે કહ્યું: “તું તારે ઘેર જા, તને પરમ સુખનો માર્ગ મળશે.’ યક્ષ ચાલ્યો ગયો. જિનપાલિત પોતાને ઘેર ગયો. માતાપિતાને - સ્વજનોને જિનરક્ષિતના મોતની વાત કરી. રત્નદ્વીપ અને રત્નાદેવીની વાત કરી. પરિવાર જિનરક્ષિતના મૃત્યુથી શોકાકુલ બન્યો. કેટલોક સમય ઘરમાં શોકનું વાતાવરણ રહ્યું. પરંતુ એક દિવસે ચંપાનગરીમાં ઘોષણા થઈ કે ભગવાન મહાવીર ચંપાના ઉદ્યાનમાં પધાર્યા છે.” ભગવાન મહાવીર સ્વામી ચંપામાં :
ઘોષણા સાંભળીને રાજા અને પ્રજા બધા લોકો ભગવાનનાં દર્શન કરવા અને
ધર્મપ્રભાવ ભાવના
૨૭૫