________________
सीलं उत्तमं वित्तं, सीलं जीवाण मंगलं परमं ।
'
सीलं दोहग्गहरं, सीलं सुक्खाण कुलभवनम् ॥
શીલ જ જીવોનું ઉત્તમ ધન છે, શીલ જ પરમ મંગલ છે, શીલ જ દુઃખ-દારિદ્રચ દૂર કરનાર છે અને શીલ જ સર્વ સુખોનું ધામ છે.
सीलं धम्मनिहाणं, सीलं पावाणखंडणंभणियं ।
सीलं जंतूण जए अकित्तिमंमंडणं परमं ॥ જ્ઞાની પુરુષોએ કહ્યું છે ઃ શીલ જ ધર્મનું નિધાન છે, શીલ જ પાપોનો નાશ કરે છે અને જગતમાં શીલ જ મનુષ્યનો શ્રેષ્ઠ શૃંગાર છે.
नरयदुवारनिरूभेण - कवाडसंपुड सहो अरच्छायं । पवरनिस्सोणिं ॥
सुरलोअधवल मंदिर - आरुहणे
-
નરકનાં દ્વાર બંધ કરવા માટે શીલ જ મજબૂત કમાડ છે અને તે દેવલોકનાં ઉજ્જ્વળ વિમાન ઉપર આરુઢ થવા માટે શ્રેષ્ઠ સીડી છે.
શીલવંતોની સ્મૃતિ રાખો :
જ્યારે શીલધર્મની વાત કરીએ છીએ ત્યારે અનેક શીલવતી મહિલાઓ અને શીલવાન પુરુષો સ્મૃતિપટ ઉપર આવે છે.
સાધ્વી રાજીમતીજીની શીલવૃઢતાએ ગિરનારની ગુફામાં મુનિ રથમિ કામવિકારથી વિચલિત બન્યા હતા, એમને સંયમમાં લાવી સ્થિર કરી દીધા
હતા.
દેવરમણ ઉદ્યાનમાં મહાસતી સીતાએ રાવણ જેવા પ્રતિવાસુદેવ સામે શીલની
રક્ષા કરી હતી.
# સતી સુભદ્રાએ પોતાના શીલના પ્રભાવથી અંજલીમાં જળ ભરીને ચંપાનગરીનાં ત્રણ દ્વાર ખોલી નાખ્યાં હતાં.
# સતી નર્મદાસુંદરી - જેણે અનેક કષ્ટો સહન કર્યાં, પાગલનો અભિનય કરીને પોતાના શીલની રક્ષા કરી હતી.
# સતી કલાવતીને એના પતિએ જંગલમાં છોડી દીધી હતી. એના શરીરનાં અંગો કપાઈ ગયાં હતાં; પરંતુ શીલધર્મના પ્રભાવથી વિચ્છિન્ન અંગો સારાં થઈ ગયાં હતાં. શરીર પૂર્વવત્ સારું થઈ ગયું હતું.
સતી શીલવતીએ રાજાના ચાર-ચાર મંત્રીઓને મૂર્ખ બનાવીને પાછા ધકેલ્યા હતા અને પોતાના શીલની રક્ષા કરી હતી.
ધર્મપ્રભાવ ભાવના
૨૪૯