________________
નથી. ઇન્દ્રિયોની પરવશતા, કષાયોની પરાધીનતા અને પરીષહ સહન કરવામાં કાયરતા વૈરાગ્યને દૃઢ થવા દેતાં નથી. ‘પ્રશમરતિ’માં કહ્યું છે -
तत्प्राप्य विरतिरलं विरागमार्गविजयो दुरधिगम्यः । इन्द्रिय- कषाय - गारव - परीसहसपत्नविधुरेण
11
સાધુ જો ઇન્દ્રિયોના વિષયમાં વિલુબ્ધ બને, જો તે કષાયોની આગમાં ફસાય, ૨સ-મૃદ્ધિ અને શાતા ગારવમાં લુપ્ત હોય, તો પરીષહ સહન કરવામાં કાયર બને છે. અને તો તે વિરાગમાર્ગ ઉપર વિજય પામી શકતો નથી. વૈરાગ્ય દૃઢ ન બની શકે, જ્ઞાનોપાસનામાં આનંદ પામતો નથી.
જિનપાલિતે દીક્ષા લઈને ૧૧ અંગોનું અધ્યયન કર્યું હતું - ‘આચારાંગસૂત્ર’, ‘સૂત્રકૃતાંગ’, ‘સ્થાનાંગસૂત્ર’, ‘સમવાયાંગ’, ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ', ‘જ્ઞાતાધર્મકથા’, ‘ઉપાસકદશા’, ‘અંતકૃત્ દશા', ‘અનુત્તરોપાતિકસૂત્ર’, “પાવણાસૂત્ર’, ‘વિપાકસૂત્ર’ - આ સૂત્રો ઉપર ચૂર્ણી, નિયુક્તિ-ભાષ્ય, ટીકા આદિ હોય છે - એ દ્વારા આગમોના અર્થ-ભાવાર્થ અને રહસ્યાર્થ પરિસ્ફૂટ થાય છે.
જ્ઞાનોપાસના - સ્વાધ્યાય શુદ્ધ કર્મનિર્જરાનો માર્ગ છે. સર્વ તપ-પ્રકારોમાં શ્રેષ્ઠ તપ છે. સાધુજીવનમાં સ્વાધ્યાય જ પ્રાણ છે. સ્વાધ્યાયથી (વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા) મન વિશુદ્ધ રહે છે, સ્થિર રહે છે. એટલા માટે સાધુસાધ્વીએ પોતાનો વધારેમાં વધારે સમય સ્વાધ્યાયમાં વ્યતીત કરવો. સાધુજીવનમાં તપશ્ચર્યા :
તીવ્ર તપ વૈરાગ્ય સાધકને તપશ્ચર્યાના માર્ગ ઉપર લઈ આવે છે. સ્વજનોનું, પરિજનોનું, વૈભવ-સંપત્તિનું મમત્વ છૂટી જાય છે. તે પછી એક મમત્વ શરીરનું રહે છે. શરીરનું મમત્વ તોડવા માટે તપશ્ચર્યા શ્રેષ્ઠ ઉપાય છે. એટલા માટે જિનપાલિત મુનિએ અઠ્ઠમ, અઠ્ઠાઈ, માસખમણ આદિ ઉગ્ર તપશ્ચર્યા દ્વારા શરીરને કૃશ કરી દીધું. શરીરનું મમત્વ તોડી નાખ્યું. આવાં તો અનેક ઉદાહરણો શાસ્ત્રોમાં અને વર્તમાનકાળમાં મળે છે. પાંચ મહાવ્રતોની સાથે સાથે તપશ્ચર્યા પણ કરતા રહેવાનું છે. તપશ્ચર્યામાં પણ જ્ઞાન-ધ્યાન અને મૌનની આરાધના કરવાની હોય છે.
પૂર્વકાળના તપસ્વી સાધુપુરુષોના જીવનચરિત્રોમાં આપણે વાંચીએ છીએ કે તેઓ દીર્ઘકાળ તપ કરતાં, પહાડોમાં, ગુફાઓમાં, શૂન્ય ઘરોમાં, ખંડેરોમાં ધ્યાન કરતા હતા - કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહેતા હતા. સૂતાં સૂતાં યા રોતાં રોતાં તપ કરતા ન હતા. વીરતા અને પરાક્રમથી તપ કરવામાં આવે છે. એ તપ-ધર્મ સ્વર્ગ અને અપવર્ગ મોક્ષ અપાવે છે.
જિનપાલિત મુનિ સમાધિમૃત્યુ પામીને પહેલા દેવલોકમાં ગયા; ત્યાંથી શાન્તસુધારસ : ભાગ ૨
૨૭૮