________________
દિવસે યા રાત્રે-ગમે ત્યારે તમે ધર્મનું શરણું લઈ શકો છો. પૂર્ણ વિશ્વાસની સાથે તમારે શરણું લેવાનું છે. શંકા ન થવી જોઈએ. અધિરતા ન હોવી જોઈએ. કંઈક સહનશીલતા હોવી જોઈએ ગમે ત્યારે કડક પરીક્ષા પણ થઈ શકે છે. સંકટનાં વાદળો મંડરાય પણ ખરાં. આપત્તિની હિમવર્ષા થઈ શકે છે. એ સમયે ધર્મને કહો ત્વમેવ શરણં મમ' - તું જ મારું શરણ છે. ભવસાગરને તરવા માટે એવી શરણાગતિ હોવી જ જોઈએ.'
ભગવાને એક પ્રહર સુધી દેશના આપી. સર્વ શ્રોતાઓનાં મન પ્રફુલ્લિત થયાં. જિનપાલિતનું મન સંસારથી વિરક્ત થયું. તેણે ભગવાનને વંદના કરીને કહ્યું “હે ત્રિભુવનનાથ, આપનો ઉપદેશ સાંભળીને મારું મન સંસારનાં સુખો પ્રત્યે વિરક્ત થયું છે. હું આપના ચરણોમાં ચારિત્રધર્મ સ્વીકાર કરવા ઈચ્છા રાખું છું. હું ઘેર જઈને માતા-પિતાની અનુમતિ લઈને આવું છું.”ભગવંતે કહ્યું “વત્સ, શુભ કાર્યમાં વિલંબ ન કરવો. જિનપાલિતે માતા-પિતાની અનુમતિ લઈ લીધી અને પ્રભુની પાસે જઈને સાધુધર્મ સ્વીકારી લીધો. જિનપાલિત મુનિ બન્યોઃ - એક કવિએ કહ્યું છે -
પાલિત દેશના સુણવા લાગ્યો, ઘર થકી મન ભાગ્યો મન શિવરમણીશું લાગ્યો, સંયમ લઈ થયો વૈરાગિયો. અંગ અંગિયાર તે ભણિયો, પહેલે દેવલોકે અવતરિયો. એણે તપ કરી કાયા ગાલી, મહાવિદેહે મનુષ્ય હોશે મ્હાલી.
તિહાં દીક્ષા લઈ કેવળ પાશે, સહુ દોષ ટાલી મોક્ષે જાશે. જિનપાલિતે દીક્ષા લઈ લીધી - ચારિત્રધર્મ સ્વીકારી લીધો. ચારિત્રધર્મ લીધા પછી એણે બે કામ કર્યા. - અગિયાર અંગો - આગમગ્રંથો -નું અધ્યયન કર્યું. - ઘોર-વીર-ઉગ્ર તપશ્ચર્યા કરીને દેહમમત્વનો ત્યાગ કર્યો. સાધુજીવનમાં મુખ્ય જ્ઞાનોપાસના:
સાધુજીવનમાં મહત્ત્વપૂર્ણ હોય છે - જ્ઞાનોપાસના. દિનરાતના ૨૪ કલાકોમાંથી ૧૫ કલાક જ્ઞાનારાધના માટે જ છે. કલાકનિદ્રા લીધી અને ૩ કલાક ગોચરી-પાણીવિહાર અને નિહાર માટે હોય છે. સાધુ-સાધ્વીનું મન જ્ઞાનાર્જનમાં ઉધત હોવું જોઈએ. જ્ઞાન પામવાની લાલસી હોવી જોઈએ. થાક્યા વગર જ્ઞાનની ઉપાસના કરવી જોઈએ. સાધુવૈરાગ્યથી પરિપૂર્ણ હોયતો જતે શક્ય બને છે. વૈરાગ્યની પરિણતિ આવવી સરળ
ધર્મપ્રભાવ ભાવના
૨૭૭