________________
છે ! પાપ ન કરવાની તમે પ્રતિજ્ઞા નથી કરી; આત્મસાક્ષીથી. પરમાત્માસાક્ષીથી, ગુરુસાક્ષીથી પ્રતિજ્ઞા નથી કરી ત્યાં સુધી પાપકર્મો આત્માને લાગે જ છે.
આ વાતને વ્યાવહારિક રીતે સમજવા માટે બે ઉદાહરણો સદાય યાદ રાખો. ૧. તમારા ઘરમાં ‘લાઈટ કનેક્શન' (વીજળીનું જોડાણ) છે, પરંતુ તમે ‘લાઈટ’નો ઉપયોગ કરતા નથી. બહારગામ ચાલ્યા ગયા, તો પણ તમારે ‘લાઈટ’નો ‘ટેક્ષ’ તો ભરવો જ પડે છે !
૨. એ રીતે તમારા ઘરમાં પાણીનો નળ છે. ‘કનેક્શન' લીધેલું છે. હવે પાણીનો ઉપયોગ નથી કરતા, તો પણ તમારે પાણીનો ટેક્ષ તો ભરવો જ પડે છે. જો ટેક્ષ ન ભરવો હોય તો કનેક્શન કપાવી નાખવું પડે છે.
પાપોનું ‘કનેક્શન’ કપાવી નાખો. પાપોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવો, એ કનેક્શન કપાવી નાખવા બરાબર છે. પાપત્યાગની પ્રતિજ્ઞા ન કરવી ‘અવિરતિ’ છે. અવિરતિનો આસ્રવ આ દૃષ્ટિએ ખતરનાક છે.
તમે માંસભક્ષણ નથી કરતા, પરંતુ તમે માંસભક્ષણ ન કરવાની પ્રતિજ્ઞા ન કરી હોય, તો તમને માંસભક્ષણનું પાપ તો લાગતું જ રહે છે.
તમે શરાબ પીતા નથી, પરંતુ તમે શરાબ ન પીવાની પ્રતિજ્ઞા ન કરી હોય, તો શરાબ પીવાનું પાપ તો લાગે જ છે. આ રીતે સર્વ પાપો વિશે સમજવું. જાણી લેવું.
મિથ્યાત્વની સાથે અવિરતિ :
જો મિથ્યાત્વની સાથે અવિરતિ હોય તો જીવાત્મા પાપ ત્યાગ કરવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે' એ વાત માનતો નથી. પાપ કરવા યોગ્ય માને છે. જ્યારે સમ્યક્ત્વની સાથે અવિરતિનો ઉદય થાય છે, તો મનુષ્ય પાપોને પાપરૂપ માને છે, પરંતુ ત્યાગ કરી શકતો નથી. પાપોનો ત્યાગ ન કરી શકવાનું દુઃખ એના હૃદયમાં હોય છે.
સમ્યક્ત્વ જીવાત્માને પાપ-પુણ્યની, ધર્મ-અધર્મની ભેદરેખા બતાવે છે. પાપ ત્યાગ કરવા યોગ્ય છે, પુણ્ય કરવા યોગ્ય છે, ધર્મ કરવા જેવો છે, અધર્મ ત્યજવા યોગ્ય છે ત્યાજ્યનો ત્યાગ ન કરવાનું આંતરદુઃખ અનુભવતો હોય છે.
તમે પૂછશો કે છોડવા યોગ્ય, ત્યાગ કરવા યોગ્યનું જ્ઞાન હોવા છતાં મનુષ્ય શા માટે ત્યાગ નથી કરતો ? આનાં બે કારણો છે - પ્રથમ કારણ તો જીવની વિષયપરવશતા છે. વિષયલોલુપતા છે. બીજું કારણ છે - અવિરતિનો ઉદય.
તમે જાણો છો કે સમ્યક્ત્વનું ચોથું ગુણસ્થાનક હોય છે અને વિરતિનું પાંચમું
શાન્તસુધારસ : ભાગ ૨
૧૨૪