________________
વાસ્તવમાં કાર્યરૂપ નિર્જરા તો એક જ પ્રકારની છે. આ વાતને સિદ્ધ કરવા માટે બીજા શ્લોકમાં કહે છે - काष्ठोपलादिस्पाणां निदानानां विभेदतः । वह्निर्यथैकस्पोऽपि पृथग्स्पो विवक्षते ॥ २ ॥
અગ્નિ એક જ પ્રકારનો હોવા છતાં પણ એને ઉત્પન્ન કરનારાં લાકડાં, કોલસા, ચકમક પથ્થર વગેરેને કારણે અગ્નિને અલગ અલગ નામથી જાણવામાં - ઓળખવામાં આવે છે.” નિર્જરાનો એક જ પ્રકાર છે - એ સિદ્ધ કરતાં ગ્રંથકાર કહે છે - निर्जरापि द्वादशधा तपोभेदैस्तथोदिता । कर्मनिर्जराणात्मा तु सैकस्पैव वस्तुतः ॥ ३ ॥
આ રીતે તપના ભેદોનું કારણ નિર્જરા પણ બાર પ્રકારની હોય છે. પરંતુ કર્મોને નષ્ટ કરવા માટે કાર્યરૂપમાં તો એક જ પ્રકારની છે.”
ગ્રંથકારે ત્રણ શ્લોકોમાં નિર્જરા’નો એક જ પ્રકાર છે એ વાત સિદ્ધ કરી છે. વાત મહત્ત્વની.છે - તપશ્ચર્યાની. એટલા માટે ચોથા શ્લોકમાં તપને નમસ્કાર કર્યા છે. निकाचितानामपि कर्मणां यद् गरीयसां भूधरदुर्धराणाम् । विभेदने वजमिवातितीव्रम्, नमोऽस्तु तस्मै तपसेऽद्भुताय ॥ ४॥ 'અતિ મહાન પર્વતોને કાપવા માટે જેવી રીતે વજ સમર્થ હોય છે. એ જ રીતે તમને સહારે નિકાચિત પ્રાયકર્મ પણ વિનષ્ટ થઈ જાય છે. એવા અદ્ભુત પ્રભાવશાળી તપને નમસ્કાર હો. નિકાચિત કર્મઃ
કર્મબંધ બે પ્રકારે થાય છે - નિકાચિત કર્મબંધ અને અનિકાચિત કર્મબંધ. બાંધેલાં કર્મો ભોગવવાં જ પડે છે - આ જન્મમાં યા તો જન્માન્તરમાં. એને કહેવાય છે નિકાચિત કર્મબંધ. બીજા કોઈ ઉપાયો દ્વારા નિકાચિત કર્મબંધ તૂટતો નથી, ક્ષય પામતો નથી. આવા નિકાચિત કર્મને ઉગ્ર તપ દ્વારા મિટાવી શકાય છે. શ્રી નવપદજી-પૂજામાં જ્ઞાનવિમલસૂરિજીએ કહ્યું છે -
ત્રિકાલિકપણે કર્મ-કષાય ટાલે,
નિકાચિત બાંધિયા તેહ બાલે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ પણ “નવપદપૂજામાં કહ્યું છે -
[ નિર્જરા ભાવના
૧૭ |