________________
અશુચિ ભાવનાની સાર્થકતા ત્રણ રીતે બતાવી છે. ' I બીજાંના શરીર પ્રત્યે વિરક્તિ. . પોતાના શરીર પ્રત્યે પણ વિરક્તિ. . વિશુદ્ધ આત્મસ્વરૂપમાં અનુરક્તિ!
અનાદિકાળથી સ્વ-પરદેહ પ્રત્યે જીવાત્માને અનુરક્તિ છે. એને સ્થાને હવે વિરતિ પામવાની છે. વિશુદ્ધ આત્મતત્ત્વની જે ઉપેક્ષા કરવામાં આવી છે, એમાં હવે સ્થિર થવાનું છે - અનુરક્તિ પામવાની છે. દેહભાવ છૂટવો જોઈએ, આત્મભાવ પામવો જોઈએ. બે વાતો છે, દેહભાવની આસક્તિ છૂટવાથી આત્મભાવમાં અનુરક્તિ આવે છે, આત્મભાવમાં અનુરક્તિ આવતાં દેહભાવની આસક્તિ છૂટી જાય છે. આ બંનેમાંથી પહેલાં જે કરવાનું હોય તે કરો. પણ આ રીતે ‘અશુચિ ભાવનાથી દેહભાવ પ્રત્યે વિરક્તિ પામવાની છે.
જ્યારે જ્યારે કોઈપણ શરીરનું રૂપ-લાવણ્ય અને સૌષ્ઠવ આપણા મનને આકર્ષિત કરે, મોહિત કરે, સ્પર્શ માટે લાલાયિત કરે, ત્યારે એ સમયે “અશુચિ ભાવનાથી એ શરીરને જોવું પડશે. શરીરની અંદર પળ બે પળ જોવું પડશે. અંદર ભરેલી અશુચિને જોશો કે તરત જ મનનું આકર્ષણ, મોહ અને આસક્તિ તૂટી જશે. આસક્તિ તૂટવાથી તરત જ એ શરીરમાં વ્યાપ્ત વિશુદ્ધ આત્મસ્વરૂપને - જ્યોતિરૂપ જોવાનો પ્રયત્ન કરવો. આત્મા શરીરવ્યાપી હોય છે. પ્રારંભિક અવસ્થામાં એ આત્માને જ્યોતિસ્વરૂપ જુઓ. દીવાની સ્થિર જ્યોત જોઈ છેને? એ જ્યોતનાં દર્શન કરતા રહો. મન નિર્વિકાર - અનાસક્ત બનશે. અંદર શાન્તિ - સમતાનો અનુભવ થશે.
થોડી ક્ષણો માટે, થોડી સેકંડો માટે એવો અનુભવ કરતા રહો. પ્રતિદિન કરતા રહો. એમાં જ અશુચિ ભાવનાની સાર્થકતા છે.
આજે બસ, આટલું જ.
[ અશુચિ ભાવના |
અશુચિ ભાવના
| ૮૩ ]
૮૩.