________________
છે ઃ “વિનય, તું તપના મહિમાનું સારી રીતે ચિંતન કર.” કારણ - પ્રયોજન બતાવ્યું - ભવોભવનાં સંચિત પાપકર્મોનું ઓછું થવું ! હા, માત્ર તપના મહિમાનું ચિંતન કરો અને પાપકર્મો ઓછાં કરો ! આ તો મનની ક્રિયા માત્ર છે. જો કે ચિંતન કરવા માટે જુદા જુદા વિષય જોઈએ. આવા કેટલાક વિષય બતાવું છું. આ બધા ઉપર તમે વિસ્તારથી ચિંતન કરી શકશો. હું તો માત્ર નિર્દેશ કરું છું.
૧. એક વર્ષ સુધી તપ કરતાં (ઉપવાસમાં) કાયોત્સર્ગ ધ્યાનમાં અડગ ઊભા રહ્યા હતા તે મહાત્મા બાહુબલીને યાદ કરો. એમનું સ્મરણ આપણાં પાપોનો નાશ કરે છે.
૨. તપના પ્રભાવે અસ્થિર સ્થિર થઈ જાય છે. વક્ર હોય તે સરળ બની જાય છે. દુર્ગમ હોય છે તે સુગમ થઈ જાય છે અને દુઃસાધ્ય હોય છે તે સુસાધ્ય બની જાય
૩. શ્રમણ ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમ સ્વામીએ જીવનપર્યંત છઠ્ઠને પારણે છઠ્ઠનું તપ કર્યું અને તેમને ‘અક્ષીણ મહાનસી’નામની મહાલબ્ધિ પ્રાપ્ત થઈ હતી - એ ગૌતમ સ્વામી આપણું કલ્યાણ કરો.
૪. ગૌહત્યા, ગર્ભહત્યા, ગર્ભવતી બ્રાહ્મણીની હત્યા... વગેરે ઉગ્ર પાપો કરનાર દૃઢ પ્રહારી મહામુનિ બનીને તપશ્ચર્યા શરૂ કરીને શુદ્ધ પવિત્ર બન્યા. એમનું સ્મરણ આપણા આત્મભાવને શુદ્ધ કરે છે.
પ. નંદીષેણ મહર્ષિએ પૂર્વભવમાં તીવ્ર તપ કર્યું હતું. એના પ્રભાવે એ વસુદેવ બન્યા અને હજારો વિદ્યાધર કન્યાઓના પતિ બન્યા.
૬. હરિશી મુનિ ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિના ન હતા, પરંતુ તીવ્ર તપ અને મંત્રના પ્રભાવે દેવ અને અસુરો એમની સેવા કરતા હતા ! આવા મહામુનિ સર્વનું કલ્યાણ કરો.
૭. જે તપથી નિકાચિત કર્મોનો પણ નાશ કરી શકાય છે, એવું વિધિપૂર્વક અને નિયાણારહિતપણે કરવામાં આવતું તપ - એ તપની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે.
૮. શ્રીકૃષ્ણે ભગવાન નેમિનાથને પૂછ્યું હતું : “ભગવંત, આપના ૧૮ હજાર સાધુઓમાં અતિદુષ્કર તપ કરનાર કોણ મુનિ છે ?” નેમનાથ ભગવાને જવાબ આપ્યો ઃ એવા તો ઢંઢણ મુનિ છે. આવા મુનિરાજનું સ્મરણ આપણાં કર્મોનો નાશ કરો.
૯. ભૂતાવેશને કારણે પ્રતિદિન જે સાત સાત જીવોનો વધ કરતો હતો એ અર્જુનમાળી ચારિત્રધર્મ લઈને દુષ્કર તપશ્ચર્યા કરીને સિદ્ધિ પામ્યો - એનું
નિર્જરા ભાવના
૨૧૭
15