________________
સ્મરણ આપણાં કર્મોનો નાશ કરો.
આ રીતે તપના મહિમાનું ચિંતન-મનન કરતા રહો. તપની આંધી, કર્મોનાં વાદળોઃ
વાદળોનો કાફલો ભલેને ગમે તેટલો ઘનઘોર બનીને છવાયો હોય, પરંતુ આંધીથી તે વેરવિખેર થઈ જાય છે. એ રીતે તપની આંધી દ્વારા કર્મવાદળોનો સમૂહ વિખરાઈ જાય છે. આ બાબતમાં આજે હું તમને અર્જુન માળીની વાર્તા સંભળાવું છું. વાર્તા ભગવાન મહાવીરના યુગની છે.
રાજગૃહી નગરીના બાહ્ય પ્રદેશમાં એક સુંદર ઉપવન હતું. ત્યાં “મુદુગર યક્ષનું મંદિર હતું. એ મંદિરની પૂજા અર્જુન નામનો માળી કરતો હતો. અર્જુન માળી તેની પત્ની બંધુમતી સાથે રાજગૃહીમાં રહેતો હતો. બંધુમતી અત્યંત રૂપવતી હતી. રંભા, ઉર્વશી જેવું એનું સૌન્દર્ય હતું.
એક દિવસે અર્જુન તેની પત્ની સાથે ઉપવનમાં ગયો. મુદ્ગર યક્ષની તેણે પૂજા -સ્તવના કરી. આમ તો અર્જુન ઉપર યક્ષની મોટી કૃપા હતી. પતિ-પત્ની આનંદથી ઉપવનમાં ફરતાં હતાં. એટલામાં ત્યાં છ ચરિત્રહીન - દુરાચારી પુરુષો આવ્યા. તેમણે બંધુમતીને જોઈ અને તે લોકો કામવશ બની ગયા. તેમણે અર્જુનને એક વૃક્ષ સાથે બાંધી દીધો અને બંધુમતી સાથે સંભોગ કર્યો. બળાત્કાર કર્યો.
અર્જુન માલી અત્યંત કોપાયમાન થયો. તેણે પોતાના આરાધ્ય મુદ્ગર યક્ષને પ્રાર્થના કરીઃ “મારા દેવ આજે મને સહાય કરજો.' તરત જ યક્ષે અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો. એ છએ જણા તો નગરમાં ભાગી જવા લાગ્યા. અર્જુન માળીએ પીછો કરીને એ છએ પુરુષોને મુદ્ગરથી મારી નાખ્યા, એક સ્ત્રીને પણ મારી નાખી. એ રીતે છ માસ સુધી પ્રતિદિન છ પુરુષોને અને એક સ્ત્રીને મારતો રહ્યો. નગરમાં ભય...આતંક છવાઈ ગયો. અર્જુન માળીમાં યક્ષની શક્તિ હતી ને?.
જે સમયે રાજગૃહીમાં અર્જુનમાળીનો આતંક છવાયેલો હતો. એ સમયે રાજગૃહીના ગુણશીલ ચૈત્યમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. વાત નગરમાં ફેલાઈ ગઈ. નગરનો શ્રીમંત અને સદાચારી શેઠ સુદર્શન ભગવાન મહાવીરને વંદન કરવા પોતાની હવેલીમાંથી નીકળ્યો. સુદર્શનને રાજમાર્ગ ઉપર જોઈને અર્જુન માળી એને મારવા દોડ્યો, એ સમયે સુદર્શન સાવધાન બની ગયો. “જો હું આ ઉપસર્ગમાંથી બચી જઈશ, તો જીવનપર્યત ચોવિહાર કરીશ” અને એણે ત્યાં ઊભા રહીને જ નમુત્થણ સૂત્રનો પાઠ કરીને ધ્યાન લગાવી દીધું.
જેવો અર્જુનમાળીએ શેઠને મારવા મુદુગર ઉઠાવ્યો, તો તેનો હાથ આકાશમાં જ ખંભિત થઈ ગયો. એ શેઠને મારી ન શક્યો અને એના શરીરમાંથી યક્ષ બહાર ૨૧૮
શાન્ત સુધારસઃ ભાગ ૨)