________________
પરમોપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ' મહાકાવ્યમાં ‘નિર્જરા ભાવનાને સારંગ રાગમાં નિબદ્ધ કરે છે.
विभावय विनय तपोमहिमानम् बहुभवसञ्चितदुष्कृतममुना, लभते लघु लधिमानम् । विभा. १ याति घनाऽपि घनाघनपटली, खरपवनेनविरामम् । भवति तथा तपसा दुरिताली, क्षणभंगुर परिणामम् । विभा. २ वाञ्छितमाकर्षति दूरादपि रिपुमपि व्रजति वयस्यम् । ' तप इदमाश्रय निर्मलभावादागम परमरहस्यम् । विभा. ३ अनशनमूनोदरतां वृत्ति-हासं रसपरिहारम् । भज सांलीन्यं कायक्लेशम्, तप इति बाह्यमुदारम् । विभा. ४ प्रायच्चित्तं वैयावृत्यं स्वाध्यायं विनयं च । कायोत्सर्ग शुभध्यानं आभ्यन्तरमिदमं च । विभा. ५ આજે આપણે આ કાવ્યના પાંચ શ્લોકો પર વિવેચન કરીશું. બાકીના ત્રણ ઉપર આવતી કાલે. પહેલાં પાંચ શ્લોકોનો અર્થ સાંભળી લો. ૧. ઓ વિનય, તું તપના મહિમાનું સારી રીતે ચિંતન કર. એના પ્રભાવે
જનમોજનમનાં એકત્ર થયેલાં પાપો એકદમ ઓછાં થઈ જાય છે. . ૨. વાદળોનો કાફલો ગમે તેટલો ઘનઘોર બનીને છવાયો હોય, પરંતુ ધીરૂપે
આવતી હવાના હાથે તે વેરવિખેર થઈને છૂટો પડી જાય છે. એ જ રીતે તપશ્ચર્યાના અપ્રતિમ તેજથી પાપોની હારમાળાઓ પણ બળીને રાખ થઈ જાય
૩. તપનો પ્રભાવ દૂર રહેલા મનોવાંચ્છિત પદાર્થોને પાસે ખેંચી લાવે છે. દુશ્મનને દોસ્ત બનાવી દે છે. તપ તો જિનાગમોના પરમ રહસ્યરૂપ છે. તું એ તમને
નિર્મળ મનથી, સ્વચ્છ અંતઃકરણથી અપનાવી લે. ૪. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, સંલીનતા અને કાયાક્લેશ - આ
તપના છ પ્રકારો છે અને તે બાહ્ય પ્રકારો છે. ૫. પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, કાયોત્સર્ગ અને શુભ ધ્યાન - આ છે
પ્રકારો આત્યંતર તપના છે. તપના મહિમાનું ચિંતન કરો:
કાવ્યના પ્રારંભમાં ઉપાધ્યાયજી કહે છે - પોતાની જાતને સંબોધિત કરતાં કહે ૨૧૬
સુધારસઃ ભાગ ૨