________________
આ તપમાં મહત્ત્વપૂર્ણ વાત છે -માયાનો ત્યાગ કરીને પોતાના દોષોને ગુરુદેવની સામે પ્રકટ કરવા. માયા છોડવા વિશે પ્રશમરતિ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે -
नानार्जवो विशुद्धयति, न धर्ममाराधयति अशुद्धात्मा । धर्मादृते न मोक्षो, मोक्षात्परं परं सुखं नान्यत् ॥ १७० ॥ આર્જવ એટલે સરળતા. સરળતા વગર આત્મશુદ્ધિ થતી નથી. અશુદ્ધ આત્મા ધર્માચરણ નથી કરી શકતો. ધર્મ વગર મોક્ષપ્રાપ્તિ થતી નથી. મોક્ષથી મહાન કોઈ સુખ નથી. એટલા માટે કહું છું - સરળ બનો. ભવસાગરમાંથી પાર ઉતારનાર સદ્ગુરુની આગળ તો અચૂક સરળ બનો. જે સત્પરુષોને સહારે, જે મહાત્માઓના માર્ગદર્શન નીચે તમારે સંસારની કેદમાંથી છુટકારો મેળવવો છે, આત્માને વિશુદ્ધ બનાવવો છે, એમનાથી તમે તમારી અંદરની પરિસ્થિતિ છુપાવવાનો પ્રયત્ન ન કરો. તમારી શારીરિક અને વાચિક પ્રવૃત્તિઓથી તેમને વાકેફ રાખો જ, સાથે તમારી માનસિક પ્રવૃત્તિથી વાકેફ રાખો. :
મહાપવિત્ર આગમગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે “જીવાત્માએ જે રૂપમાં, જે રીતે જેવું પાપાચરણ કર્યું હોય - અપરાધ કર્યો હોય, બરાબર તે જ રીતે વિશિષ્ટ જ્ઞાની પુરુષની સમક્ષ કહી બતાવવો અને એ ગુરુદેવ જે પ્રાયશ્ચિત્ત કહે એને ભાવથી ગ્રહણ કરવું. આવું કરનારો જીવાત્મા શુદ્ધવિશુદ્ધ થઈ જાય છે. જે વ્યક્તિ એકાદ દોષનેય છૂપો રાખવા મથે છે - જાહેર કરતો નથી, એની શુદ્ધિ થતી નથી. આંતરશુદ્ધિ વગર ધર્મઆરાધના શક્ય બનતી નથી. ધર્મપુરુષાર્થ વગર એની શુદ્ધિ થતી નથી અને મોક્ષ વગર પરમ સુખ મળતું નથી.
તમને ડર લાગે છે ને કે હું મારી મનોવૃત્તિઓથી, મારાં પાપોથી એમને પરિચિત કરાવી દઈશ, તો તેઓ મારા માટે કેવો ખ્યાલ બાંધશે? મારા માટે એમના દિલમાં હલકી ધારણા બંધાઈ જશે ને? મારું છૂપું પાપ ખૂલી જશે તો?” પરંતુ હું કહું છું કે તમારે એવો ડર ન રાખવો જોઈએ. તમે એવા સત્પરષો ઉપર શ્રદ્ધાવાળા બનો કે તમે એમની સમક્ષ જે કંઈ નિવેદન કરો તે તેમના સાગર જેવા પેટમાં સમાઈ જશે. એ કદીય તમારી ગુપ્ત વાતો બીજાને કહેશે નહીં.
એ સપુરુષ હંમેશાં સરળ-નિમયી જીવોને સ્નેહભરી દ્રષ્ટિથી જ જોતા હોય છે - ઉત્તમતાની દ્રષ્ટિથી જ જોતા હોય છે. એટલે કે હું ગરદેવની નજરમાંથી ઊતરી જઈશ, નિમ્ન સ્તરનો કહેવાઈશ’ એવો ભય તમારે ન રાખવો જોઈએ. જે સાધક પોતાના સાધનાપથમાં માર્ગદર્શક એવા ગુરુદેવને પોતાનાં મન-વચન-કાયાની એકએક વૃત્તિ-પ્રવૃત્તિથી પરિચિત રાખે છે, તે સાધક નિરંતર સાધનાપથ પર પ્રગતિ કરતો રહે છે. નિરંતર આંતર પ્રસન્નતાની અનુભૂતિ કરતો રહે છે.
૨૩૦
તસુધારસ: ભાગ ૨