________________
પરમોપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ’ મહાકાવ્યમાં તપના. ૬ આભ્યતર પ્રકાર બતાવતાં ગાય છે -
प्रायश्चित्तं वैयावृत्यं, स्वाध्यायं विनयं च ।
कायोत्सर्ग, शुभध्यानं आभ्यंतरमिदं च ॥ ५ ॥ ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વૈયાવૃત્ય, ૩. સ્વાધ્યાય, ૪. વિનય, ૫. કાયોત્સર્ગ, ૬. શુભધ્યાન - આ છ પ્રકાર આવ્યંતર તપના છે.
સર્વ પ્રથમ ભાવનાનાં રૂપમાં ૬ પ્રકારના તપનું ચિંતન કરીએ. ૧. પ્રાયશ્ચિત્ત તપઃ મારાં વ્રત અને મહાવ્રતોમાં દોષ લાગ્યા હોય, તેમને દૂર કરવા સદ્ગુરુની પાસે સરળ હૃદયથી આલોચના કરીશ અને ગુરુદેવ જે પ્રાયશ્ચિત્ત
આપશે, તેનું વહન કરીશ. ૨. વૈયાવત્ય પૂજનીય પુરુષોની, ગુણવાન પુરુષોની, બીમારોની સેવાભક્તિ કરીશ - - શરીર શુશ્રુષા કરીશ. ૩. સ્વાધ્યાયઃ શાસ્ત્રસ્વાધ્યાય કરીશ. સરુના ચરણોમાં વિનયપૂર્વક બેસીને
વાચના ગ્રહણ કરીશ. શંકાનું સમાધાન શોધીશ. તત્ત્વોને યાદ રાખીશ. ૪. વિનયઃ પૂજ્યોનો, મોટાઓનો. ગુણવાનોનો વિનય કરીશ. એ આવશે ત્યારે ઊભો થઈશ. નમન કરીશ. બેસવા માટે એમને આસન આપીશ. એમને વિદાય
આપવા પણ જઈશ. ૫. કાયોત્સર્ગઃ મિથ્યા માન્યતાઓનો ઉત્સર્ગ-ત્યાગ કરીશ. ક્રોધ વગેરે કષાયોનો
ત્યાગ કરીશ. મમતા-આસક્તિ વધારનારા પદાર્થોનો ત્યાગ કરીશ. કાયાના મમત્વનો ત્યાગ કરીશ. ૬. શુભધ્યાન ચિત્તનો નિરોધ કરીશ, મનમાં આર્તધ્યાન ન પેસી જાય એટલા માટે ધર્મધ્યાનમાં મારી જાતને પરોવી રાખીશ.
આ રીતે પ્રતિદિન તપોભાવના કરતા રહેવું. એનાથી મનમાં આવ્યંતર તપ પ્રત્યે પ્રીતિ જાગશે, તપ કરવાની ઇચ્છા પેદા થશે અને યથાશક્ય તપ કરીને શક્તિમાન પણ બનશો. પ્રાયશ્ચિત્ત તપ:
જેનાથી આપણું ચિત્ત શુદ્ધ થાય તેને કહેવાય પ્રાયશ્ચિત્ત. જ્ઞાની સદ્ગુરુના ચરણોમાં બેસીને વિનયપૂર્વક સરળ હૃદયથી આપણે કરેલાં પાપો પ્રકટ કરવા, દોષોની આલોચના કરવી, ગુરુદેવ જે પ્રાયશ્ચિત્ત આપે એનો સ્વીકાર કરવો, એ પ્રાયશ્ચિત્ત તપ છે. [ નિર્જરા ભાવના
| ૨૨૯|