________________
સાર્થવાહ વાસણો આપશે. જેની પાસે વાહન ન હોય તેને તે વાહન આપશે. જેને સહાયની જરૂર હશે એને એ સહાય આપશે. જેને ભાથું જોઈએ એને ભાથું મળશે. માર્ગમાં ચોરોથી, હિંસક પશુઓથી એ રક્ષા કરશે. કોઈ અશક્ત હશે તો સાર્થવાહ એનું ભાઈની જેમ પાલન કરશે.”
ઘોષણા સાંભળીને અનેક નગરવાસીઓ સાથે સાથે જોડાયાં. પ્રયાણ સમયે સાર્થવાહની પાસે જેનાચાર્યધર્મઘોષ આવ્યા. આચાર્યને જોઈને સાર્થવાહ ઊભો થઈ ગયો. તપની કાંતિથી ઉજ્જવળ ધર્મસ્વરૂપ આચાર્યને તેને ભાવપૂર્વક વંદના કરી. ધને આચાર્યદિવને આવવાનું પ્રયોજન પૂછ્યું. આચાર્યે કહ્યું: “અમે પણ આપની સાથે વસંતપુર આવીશું.”
સાર્થવાહ હર્ષિત થઈ ગયો. તેણે કહ્યું: “આજે હું ધન્ય બની ગયો. આપ જેવા મહાપુરુષ મારી સાથે ચાલશે એ મારું સૌભાગ્ય હશે. આપ નિશ્ચિત થઈને પધારો.” એ સમયે રસોઈયાને બોલાવીને કહ્યું: ‘આ આચાર્યદેવ માટે તારે જ અન્નપાનાદિ ભોજન તૈયાર કરવું. એ સમયે આચાદિકે કહ્યું: “મહાનુભાવ, સાધુના નિમિત્તે કરેલું અન-આહાર સાધુને કલ્પતો નથી. જે ભોજન એના નિમિત્તે ન બન્યું હોય એને તેઓ ગ્રહણ કરે છે. એ રીતે હે સાર્થપતિ, વાવડીનું, કૂવાનું, તળાવનું પાણી પણ ઉકાળેલું હોય ત્યારે જ અમે લઈએ છીએ - એવી જિનાજ્ઞા છે.'
સાથેનું પ્રયાણ થયું. કેટલાક દિવસો પછી ગ્રીખકાળ આવ્યો. તીવ્ર તાપથી યાત્રિકો પરેશાન થવા લાગ્યા. પરંતુ જ્યારે વર્ષાકાળ આવ્યો તો સાર્થને એક સ્થળે રોકાવું પડ્યું. સાર્થવાહના મિત્ર મણિભદ્ર આચાર્ય માટે જંતુરહિત ભૂમિ ઉપર ઘાસ વગેરેની ઝુંપડી બનાવડાવી - એ જ ઉપાશ્રય! અનેક સાધુઓની સાથે આચાર્યદિવે ત્યાં નિવાસ કર્યો. તેઓ તો પોતાની ધર્મક્રિયાઓમાં લીન રહેવા લાગ્યા.
આ બાજુ ધન સાર્થવાહને અચાનક આચાદવની સ્મૃતિ આવી, “અરે, મારી સાથે ધર્મઘોષ આચાર્ય આવેલા છે; તેઓ તો પ્રાસુક ભિક્ષા દ્વારા જ ઉદરપોષણ કરનારા છે. તેઓ તો કંદમૂળ અને ફલાદિને સ્પર્શ પણ કરતા નથી ! અત્યારે આ વષકાળમાં એ કેવી રીતે રહેતા હશે? મારી સાથે તેઓ આવ્યા અને મેં એમને વચન આપ્યું હતું કે હું આપની સેવામાં તત્પર રહીશ. પરંતુ હું મૂર્ખ એ ભૂલી જ ગયો. મેં એમની સુખશાતાય ન પૂછી. હવે હું એમને મારું મુખ કેવી રીતે બતાવી શકીશ? છતાં પણ આજે તો એમનાં દર્શન કરીને મારાં પાપોનું પ્રક્ષાલન કરું.’ બોધિબીજની પ્રાપ્તિઃ
પશ્ચાત્તાપ કરતાં કરતાં રાત વીતી ગઈ. પ્રભાતમાં ઉજજવળ વસ્ત્ર અને અલંકારો પહેરીને સાર્થવાહ પોતાના પરિવાર સાથે આચાર્યદેવની પાસે પહોંચ્યો.
ધર્મપ્રભાવ ભાવના
૨૪૭