________________
યુમવીર આચાચ ફેલાવી રહ્યું હતું. લીલાંછમ ખેતરે ને વાડીઓમાં કુદરત નાચી રહી હતી. -
એ મંગળમય સમયે સં. ૧૯૨૭ ના કાર્તિક સુદી બીજ (ભાઈબીજ ) ના દિવસે માતા ઈચ્છાબાઇની કુક્ષિએ એક તેજસ્વી બાળકને જન્મ થયે. પિતા દીપચંદભાઈ બાળકનું મુખારવિંદ જોઈ હર્ષિત થયા.
માતા તે આ બાળકની શાંતિ, ચપળતા, મિત કરતું વદન અને તેજસ્વિતા જોઈને પુલકિત થવા લાગી. આ બાળકનું નામ છગનલાલ રાખવામાં આવ્યું.
છગનલાલ તે બીજના ચંદ્રની જેમ વધવા લાગ્યા. માતાપિતા બાળક છગનની ગંભીર વાણી, મેહક ચાલ, સહનશીલ સ્વભાવ અને આજ્ઞાંકિતપણું જોઈને મહાન આત્મા પિતાને ત્યાં ભૂલે પડ્યો હોય તેમ માનવા લાગ્યાં. છગનભાઈ જન્મથી જ માતાના ધર્મસંસ્કારમાં ઉછર્યા હતા. હમેશાં પૂજા કરવી. પાઠશાળાએ જઈ ધર્મશિક્ષણ મેળવવું. ગુરુજી આવ્યા સાંભળે કે દેડે ઉપાશ્રયે અને તેમની સેવાભક્તિમાં લીન થઈ જાય. વ્યાખ્યાને સાંભળે ને ગુરૂભક્તિમાં મચ્ય રહે.
છગનભાઈને ત્રણ ભાઈઓ હતા. સૌથી મોટાભાઈ હીરાચંદ, બીજા ખીમચંદ, પિતે ત્રીજા અને સૌથી નાના મગનલાલ. ત્રણ બહેન હતી, મહાલક્ષ્મી, જમના અને
રૂક્ષ્મણી.
છગનભાઈને અભ્યાસ આગળ વધ્યો. બુદ્ધિ એવી