________________
૪૨
અષાડ માસમાં અયેાધ્યા-સસ્કૃતકાર્યાલયે મારી આ વિષયમાં નિપુણુત જોઇને ભિષરત્નની પદવી અર્પણુ કરી છે.
છેલ્લાં દશ-બાર વર્ષમાં ભગવાન મહાવીર અંગે ધણું વાંચવા– વિચારવાના તથા લખવાના પ્રસંગે। આવ્યા છે અને આજે પણ તેમની ઉપાસના એકધારી ચાલુ છે. આ સંયોગામાં મારા અંતરમાં તેમના વચને પ્રત્યે શ્રદ્ઘા–પ્રેમ વિશ્વાસની અતૂટ લાગણી હેાય, એમાં આશ્રય શું?
ભગવાન મહાવીરનાં વચને ખરેખર અમૃતતુલ્ય છે, કારણ કે તે વિષય અને કષાયરૂપી વિષનુ શીઘ્ર શમન કરે છે અને તેનું પાન કરનારને અલૌકિક આનંદ આપે છે. વળી તેમાં જીવનસુધારણાની સામગ્રી હાંસી ઠાંસીને ભરેલી છે, એટલે જ્યારે પણ સમય મળે ત્યારે આ વચનાને સ્વાધ્યાય અવશ્ય કરવા ટે છે.
આ પુસ્તકમાં જિનાગમામાંથી ચૂંટી કાઢેલાં ભગવાન મહાવીરનાં ૧૦૦૮ વચનાને સંગ્રહ ૪૦ ધારામાં વ્યવસ્થિત કરીને, અ તથા જરૂરી વિવેચન સાથે, મૂળ સ્થાનના સ્પષ્ટ નિર્દેશપૂર્વક રજૂ કરવામાં આવ્યા છે અને તેમાં ધણા ઉપયાગી વિષયે તે સ્થાન આપવામાં આવ્યું છે. અન્ય શબ્દોમાં કહું તે જૈન ધર્મના આચારવિચારની તમામ મૌલિક સામગ્રી આ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે, એટલે વિદ્યાર્થીઓ, વક્તાએક, વિચારકા તથા લેખકાને તે એક યા ખીજા રીતે ઘણી ઉપયોગી પૂરવાર થશે એમ માનુ છું.
આ પુસ્તકમાં ભગવાન મહાવીરની ભાવનામય છંખી રજૂ કરવામાં આવી છે. ઉપરાંત અણુા અભ્યાસ તથા મંથનને પરિણામે તૈયાર થયેલી ભગવાનના જીવનની ઐતિહાસિક રૂપરેખા પણ આપવામાં આવી છે. વિશેષમાં ભગવાન મહાવીર, તેમનાં વચના તથા આ ગ્રંથ સત્કાર કરતાં લખાણા તથા કાવ્યો સત્કાર વિભાગમાં આપ્યાં છે,