________________
બીજી આવૃત્તિમાં ૧૧૦૦૦ અગિયાર હજાર નકલે બહાર પાડવામાં આવી હતી, તેનો ઉપાડ માત્ર એક જ દિવસમાં થઈ ગયો હતે.
આ ઉપરાંત ભગવાનના જન્મકલ્યાણકના દિવસે બેસવાનું તથા પ્રસંગોપાત્ત માસિક વગેરેમાં લખવાનું ચાલુ હતું, એટલે તે અંગે ચિંતનમનન વધતું જ રહ્યું.
એવામાં જ્યોતિ કાર્યાલય લીમીટેડ નામની જે પ્રકાશન–સંસ્થા મેં ઊભી કરી હતી, તે બંધ થવાને પ્રસંગ આવ્યો અને હું ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયે. જો આ વખતે ભગવાન મહાવીરનાં વચન મારા સ્મૃતિપટ પર આવ્યા ન હતા તે મારું શું થાત ? એ હું કહી શકતા નથી. આ વચનોનું મનન-પરિશીલન કરતાં જ મારું મન ઘેરા વિષાદમાંથી મુક્ત થયું. પછી તેમનું ધ્યાન ધરતાં નવો માર્ગ સૂઝયો અને મેં સાત વર્ષ સુધી એક આયુર્વેદીય ચિકિત્સક તરીકે ખાસ કરીને માનસિક રોગોના ચિકિત્સક તરીકે કામ કર્યું. ત્યારબાદ સંગે અનુકૂળ થતાં પાછો સાહિત્યલેખન–પ્રકાશન ક્ષેત્રમાં આવી ગયે.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે નાનપણમાં વૈદ્યપુત્રની મિત્રતા થવાથી આયુર્વેદ પ્રત્યે શ્રદ્ધા બંધાણી હતી અને તેની સાથે વગડામાં જઈને હું જુદી જુદી વનસ્પતિઓને ઓળખતા હતા. તેમાં કેટલીક વનસ્પતિના ચમત્કારિક ગુણે મારા જાણવામાં આવ્યા હતા અને તેને પ્રયોગ કરતાં સફળતા મળી હતી. અમદાવાદમાં વિદ્યાભ્યાસ કરતાં આયુર્વેદનું વાંચન વધ્યું હતું અને ત્યાર પછી એ વિષયના કેટલાક જાણકારોના સહવાસમાં આવતા મેં આયુર્વેદીય ચિકિત્સક તરીકે કામ કરવાની હામ ભીડી હતી. આજે હું મહારાષ્ટ્ર રાજ્યના રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીસ્નરની યાદી પર છું અને વ્યવસાય તરીકે નહિ, પણ પ્રસંગે પાત્ત સાધુ-મુનિરાજ કે કોઈ નેહીસંબંધીની ખાસ પ્રસંગોમાં ચિકિત્સા કરીને આનંદ પામું છું. ગત