________________
મનમાં તેમની એક મંગલમય મૂતિ અંકિત થઇ ગઇ. તે દિવસથી હું તેમનું સ્મરણુ–વંદન–પૂજન અધિક કરવા લાગ્યા.
પછી ગ્રંથાનું વાંચન વધ્યું, તેમાં ભગવાન મહાવીરના ચરિત્ર સંબધી પણ કેટલાક ગ્રંથો વાંચવામાં આવ્યા. એ વખતે એ વાત મારા લક્ષમાં આવી કે જો ભગવાન મહાવીરને બરાબર ઓળખવા હાય તો તેમણે ઉપદેશેલા સિદ્ધાંતાથી પૂરા પરિચિત થવું જોઈ એ અને તેમણે આત્મશુદ્ધિ માટે જે ઉપાયેા કામે લગાડ્યા હતા, તેનું પણ કઈક અવલંબન લેવું જોઇએ. જેમણે કદી ઉપવાસ કે આયખિલ કર્યો નથી, તે ભગવાનની તપશ્ચર્યાને શી રીતે સમજી શકે ? જેમણે કદી કાર્યોંત્સગનું અવલંબન લીધું નથી, તે ભગવાનની ધ્યાનદશાને શી રીતે ન્યાય આપી શકે ? એટલે મેં જૈન શાસ્ત્ર-સિદ્ધાંતાનું મનન– પરિશીલન કરવા માંડયું અને અમુક દિવસે ઉપવાસ કરી ભગવાનનું ધ્યાન ધરવા માંડયું. એ વખતે ચિત્તવૃત્તિઓની વિહવળતા ધણી હતી, એટલે ધ્યાન તે શું જામે? પણ એ બાબતમાં ઘેાડી ઘેાડી એકાગ્રતા ચવા લાગી અને ભગવાન મહાવીરના વ્યક્તિત્વ પ્રત્યે મારે। અનુરાગ બધાયા.
પરિણામે તેમના અંગે કંઈક લખવાની વૃત્તિ ઉદ્ભવી અને મેં બાળભોગ્ય શૈલિમાં ‘ પ્રભુ મહાવીર' નામનું એક નાનકડ્ડ ચરિત્ર લખી નાખ્યું. એ ધણા લેાકાને પસંદ પડ્યું અને મુંબઇના શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન ખેડે તેને ધાર્મિક અભ્યાસક્રમમાં પણ દાખલ કર્યું. પરિણામે તેની આજ સુધીમાં આઠ કે નવ આરૃત્તિએ થવા પામી છે. એક પર્યુષણમાં આ ચરિત્રના પ્રચાર કરવાની ભાવના થતાં મેં તેની ૪૦૦૦૦ ચાલીશ હજાર નકલાના પ્રચાર કર્યો હતા.
પછી એવા વિચાર આવ્યેા કે ભગવાન મહાવીરની એક સર્વોપયોગી જીવનરેખા તૈયાર કરવી અને તેના પ્રચાર કરવા, એટલે વિશ્વવંદ્ય પ્રભુ મહાવીર' લખાયું અને તેની એક જ વર્ષમાં ૧૦૦૦૦૦ એક લાખ નકલા લેકેાના હાથમાં મૂકી. તાજેતરમાં તેની
4