________________
મિત્રો અને શુભેચ્છકોએ આ યોજનાને સત્કાર કર્યો, એટલે ગ્રાહકે નેંધવાનું શરુ કર્યું, પણ યોજના ઘડવામાં કંઈક ખામી રહી ગઈ છે, એવા ટકોરા મન પર લાગ્યા જ કરતા હતા, એટલે તે અંગે પુનઃ વિચારણા કરી. તેમાં ૫૦૦ ને બદલે ૧૦૦૮ વચનોનો સંગ્રહ આપવો, કદ ૧૨ ફેર્મને બદલે ૩૦ ફેમનું રાખવું, પ્રકાશનો સમય થોડે લંબાવો અને લવાજમમાં કંઈ પણ વધારો કરે નહિ, એમ નકકી થયું. હવે મનને સમાધાન સાંપડ્યું, અંતરમાં સંતોષ થશે અને ગ્રાહકે નેધવાનું કામ ઝડપભેર આગળ ચાલ્યું.
ત્યાર પછી વંદનાને વિચાર સ્ફર્યો. તેને સમાજના આગેવાને તરફથી સારો સહકાર મળ્યો, એટલે ઉત્સાહમાં વૃદ્ધિ થઈ અને આ પ્રકાશન અવશ્ય યશસ્વી નીવડશે, એ વિશ્વાસ પેદા થયો. - હવે મુખ્ય કાર્ય પુસ્તક અંગે સામગ્રી એકત્ર કરવાનું રહ્યું અને તે સં. ૨૦૧૮ ના કારતક માગશરમાં જ શરુ કરી દેવું હતું, પણ હાથ પરનાં કામ પૂરાં કરતાં સમય અધિક લાગે, શ્રી વિશ્વશાન્તિ જૈન આરાધના સત્રની ઉજવણીમાં પણ કેટલાક સમય લઈ લીધો અને શ્રી ગેડી પાર્શ્વનાથ–સાઈ–શતાબ્દી-સ્મારગ્રંથનું કાર્ય અનિવાર્ય રીતે હાથ ધરતાં તેમાં પણ ઠીક ઠીક સમય વ્યતીત થયા. આખરે સં. ૨૦૧૮ ના જેઠ માસથી આ કાર્યમાં ઓતપ્રોત બન્યો અને એ સ્થિતિ આસો માસની આખર સુધી ચાલુ રહી.
ભગવાન મહાવીરનાં વચન પ્રત્યે શ્રદ્ધા–પ્રેમ-વિશ્વાસની લાગણી મારા જીવનમાં શી રીતે પ્રકટી? તેનું અહીં ડું વિવરણ કરે તો અસ્થાને નહિ લેખાય.
શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન કુટુંબમાં જન્મ થવાને લીધે ભગવાન મહાવીરનું નામ તે તદન નાનપણમાં જ સાંભળેલું અને ચોવીસ તીર્થકરોનાં નામ યાદ કરતાં હૃદયમાં જડાઈ ગયેલું. પછી મારી ધર્મ પરાયણ માતાએ મહાવીર-જીવનના કેટલાક પ્રસંગે કહેલા, તેનાથી