________________
રહે
ઉપદેશમાળા નામને કોઈ કણબી નગર તરફ આવતો હતો તેને માર્ગમાં સુધા તથા તૃષા લાગવાથી તેણે સ્વામિરહિત ચીભડાના ક્ષેત્રને જોઈ ત્યાં બમણું મૂલ્ય મૂકીને એક ચીભડું લીધું, અને તે વસ્ત્રમાં વીંટીને કટિએ બાંધ્યું. પછી જેવો તે નગરમાં પ્રવેશ કરે છે તેજ જે દુર્ગપાલકે કઈ શ્રેષ્ઠીપુત્રને ઘાત કરી તેનું મસ્તક લઈને નાસી ગયેલ ચેરની તપાસ કરતાં કરતાં અહીં તહીં ફરતા હતા તેઓના જેવામાં આવ્યું. તેઓએ તેને પૂછયું કે-“તારી કેડે આ શું બાંધ્યું છે?” તેણે ઉત્તર આપ્યો કે-“ચીભડું છે.” રાજસેવકે એ તપાસતાં મસ્તક દીઠું એટલે તેને ચેર ધારી બાંધીને પ્રધાન સમીપે લઈ ગયા. પ્રધાને કહ્યું કે –“અરે તને ધિકકાર છે ! તે દુર્ગતિના કારણરૂપ બાળકને મારવાનું કામ શા માટે કર્યું?” તેણે કહ્યું કે-“સ્વામિન્ ! હું કંઈ જાણતો નથી.” આટલું કહેવા ઉપરાંત ઘડઈ ઘડઈત્તિ અટલું તે બેલ્યો. તેથી તેને રાજાની સમીપે લઈ જવામાં આવ્યું. રાજાએ પૂછયું કે-“અરે ! આ કાર્ય તે શા માટે કર્યું?” ત્યારે તેણે “ઘડઈ ઘડઈત્તિ” એટલે જ ઉત્તર આપ્યો. રાજાએ કહ્યું કે-“ અરે મૂખ! વારંવાર “ઘડઈ ઘડઈતિ” એ શબ્દ કેમ બોલે છે? તેને પરમાર્થ કહે.” અર્જુન બોલ્યો કે-હે સ્વામી! આ સ્થિતિમાં હું તેને પરમાર્થ કહીશ તેપણ તે કેણ સત્ય માનશે? વળી કેણ જાણે હજુ પણ મારા કર્મથી પુન: શું બનશે? માટે હું કાંઈ પરમાર્થ જાણતા નથી.” તે સાંભળી દુર્ગપાળના પુરુષોએ કહ્યું કે-“આ કઈ વૃષ્ટ જણાય છે, કેમકે અમે તેની પાસેથી જ સાક્ષાત્ મસ્તક કઢાવ્યું છે છતાં તે સત્ય બેલ નથી ને “ઘડઈ ઘડઈત્તિ” એ ઉત્તર આપે છે” રાજાએ પણ ક્રોધથી “તેને ભૂલીયે ચઢાવો” એવી આજ્ઞા આપી. સેવકે તેને લઈને શલી પાસે આવ્યા. તે સમયે કઈ એક વિકરાળ રૂપધારી પુરુષ આવીને કહેવા લાગ્યો કે -“હે માણસ! જે તમે આને હણશે તે હું તમને સર્વને હણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org