________________
ઉપદેશમાળા એ જ સત્ પુરુષનું લક્ષણ છે.” કહ્યું છે કે–“ઉપકાર કરવાવાળા ઉપર વા મત્સર વિનાના મનુષ્ય ઉપર દયા બતાવવામાં આવે તેમાં વિશેષપણું શું છે ! પણ જે અહિત કરનાર પ્રતિ તેમજ સહસા અપરાધ કરનાર પ્રત્યે દયા બતાવે તે જ સત્ પુરુષમાં અગ્રણી છે.” એ પ્રમાણે વિચાર કરી કમલવતીએ કુમાર પાસે વરદાન માગ્યું. કુમારે કહ્યું કે જે તારી ઈચ્છા હોય તે માગી લે.” કમલવતી બેલી કે- જો તમે ઇચ્છિત વસ્તુને અર્પણ કરતા હે તે મારી ઉપર જેવા નેહવાળા છે તેવા રનવતી પ્રતિ નેહવંત થાઓ છે કે તેણે અપરાધ કર્યો છે તે પણ તે ક્ષમા કરવા ચગ્ય છે. કારણ કે તમે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છે અને કુળવાન પુરુષને ચિરકાળ સુધી કોધ રાખવો ઘટતો નથી. કહ્યું છે કે “કુળવાન પુરુષને ક્રોધ થતું નથી. કદાચ થાય તે તે લાંબા કાળ સુધી રહેતો નથી, જે કદાચ લાંબો કાળ સુધી રહે તે તે ફળતો નથી. તેથી સત્ પુરૂષને કેપ નીચ જનના નેહ જેવો છે.” વળી સ્ત્રીઓનું હૃદય પ્રાયે નિર્દય હોય છે. કહ્યું છે કે-“અસત્ય, સાહસ, માયા, મૂર્ખત્વ, અતિભ, અસ્વચ્છતા અને નિર્દયપણું એ સ્ત્રીઓના સ્વાભાવિક દોષે છે. પોતાના સ્વાર્થ સાધવાને માટે તે નીચ આચરણ આચરે છે.” આ પ્રમાણે કમલવતીના કહેવાથી કુમારે રનવતીનું પણ સન્માન કર્યું. પછી કેટલાક દિવસ ત્યાં રહીને પુરુષોત્તમ રાજાની આજ્ઞા લઈ કુમારે કનકપુર તરફ પ્રયાણ કર્યું. પિતાએ રનવતીને ઘણા દાસ, દાસી, અલંકાર, દ્રવ્ય વિગેરે આપીને વિદાય કરી અને કુમારને પણ ઘણું હાથી, અશ્વ, રથ, પાયદળ, સુવર્ણ, મેતી વિગેરે અર્પણ કર્યા.
રણસિંહે રનવતીને લઈને કમલવતી સહિત શુભ દિવસે પ્રયાણ કર્યું. અનુક્રમે પાડલીખંડપુર સમીપે આવ્યા. ત્યાં જેણે પિતાની પુત્રીનું સર્વ વૃત્તાંત જાણ્યું છે એ કમલસેન રાજા સન્મુખ આવી મહોત્સવ પૂર્વક જમાઈને પિતાના ઘરે લઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org