________________
२८
ઉપદેશમાળા કમલવતીને પણ બહુ સન્માન આપ્યું. નગરના લોકેએ તેની ઘણું પ્રશંસા કરી. તેની માતાએ પણ સ્નેહવડે તેને આલિંગન કર્યું. પછી ઘણા દિવસે ત્યાં રહીને કુમાર કનકપુર તરફ ચાલ્યો. કનકશેખર રાજા પણ કુમારનું આગમન સાંભળીને આનંદ સહિત સન્મુખ આવ્યો. વિસ્મયપૂર્વક માન્યો અને કુમારને નગરમાં પ્રવેશ કરાવ્યે. તે સમયે ઘણુ પુરાકે અને સ્ત્રીઓ તેમને જેવાને આવ્યા. તેઓ પરસ્પર આનંદ સહિત બેલવા લાગ્યા કે “આ કમલવતીને જુઓ કે જે પોતાના શીલના પ્રભાવથી યમ સમીપ જઈ તેના મુખમાં ધૂળ નાખીને પણ પાછી આવી. વળી તેના ગુણથી રંજિત થયેલ રણસિંહ કુમાર પણ તેની પાછળ મૃત્યુને આલિંગન દેવા તત્પર થયો. એ સતીમાં મુખ્ય એવી કમલાવતીને ધન્ય છે !” એ પ્રમાણેની પ્રશંસા સાંભળતા કુમાર પિતાના આવાસે આવ્યા અને ત્રણે સુંદરીઓની સાથે દોગંદુક દેવની જેમ વિષયસુખ ભેગવવા લાગ્યા. એકદા કુમારે વિજયપુર નગરીની સમીપે આવેલા શ્રી પાર્શ્વ પ્રભુના પ્રાસાદમાં અષ્ટાદ્ધિકેત્સવ કર્યો. તે વખતે ચિંતામણિ યક્ષે પ્રત્યક્ષ થઈને કહ્યું કે-“હે વત્સ! અહીંથી જઈને તારા પિતાનું રાજ્ય ભેગવ” એ પ્રમાણે યક્ષનું વાક્ય સાંભળી તે મેટા સત્ય સહિત વિજયપુર આવ્યા. તે વખતે સ્વ૫ સૈન્યવાળે નગરમાં રહેલે રાજા દુર્ગ મધ્ય જ રહ્યો; તે બહાર નીકળે નહિ તેમ નગર પણ છોડવું નહિ. તે વખતે યક્ષે રણસિંહ કુમારની સેનાને આકાશમાંથી ઉતરતી તેને બતાવી. તે સેનાને જોઈને મધ્ય રહેલ રાજા નગર તજીને નાસી ગયે. પછી કુમારે વિજયપુરમાં પ્રવેશ કર્યો. નગરજને હર્ષ પામ્યા. સર્વ પ્રધાન પુરુષોએ મળીને કુમારને તેના પિતા વિજયસેનના સ્થાને સ્થાપિત કર્યો. રણસિંહ રાજા થયે. તે સજ્જન પુરુષને માન આપતે હતે ને દુજને તર્જના કરતો હતો. તેમજ રામચંદ્રની સદશ નીતિવાન થઈ પોતાના રાજ્યનું પરિપાલન કરતા હતા.
એવા અવસરમાં એક દિવસ પાસેના ગામમાંથી અર્જુન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org