Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી નવકાર મહામંત્ર સાથે
જાય. ૩-તેટલી ભૂમિમાં કોઈને વૈરભાવ ન થાય. ૪-મરકી ન થાય. ૫ અતિવૃષ્ટિ ન થાય. ૬-અનાવૃષ્ટિ ન થાય. ૭ દુર્મિક્ષ ન થાય. ૮-પિતાના રાજ્ય તરફનો કે પરરાજ્ય તરફનો ભય ઉત્પન્ન ન થાય. ૯ પ્રભુની ભાષાને દેવ-મનુષ્ય અને તિર્યંચે પિતપોતાની ભાષામાં સમજે. ૧૦ પ્રભુની વાણી એક યોજન સુધી એક સરખી રીતે સ્પષ્ટ સંભળાય. અને ૧૧ પ્રભુના મસ્તકની પાછળ મુખની કાંતિવાળું સૂર્ય કરતાં બારગુણ તેજવાળું ઝળહળતું ભાકાંતિમંડળ હોય. આ અગીઆર અતિશય ચાર ઘાતિકમનો ક્ષય થયે પ્રભુની કેવલ્યાવસ્થામાં પ્રકટ થતા હેવાથી તે અગીયાર અતિશને કર્મક્ષયજાતિશય કહેવાય છે. (૧૧)
પ્રભુના ઓગણીશ દેવકતાતિશય --પ્રભુ હોય ત્યાં આકાશે દેદીપ્યમાન ધર્મચક્ર હોય. ૨-બાર જેડી સફેત ચામર આકાશે અણવીંઝવાં સ્વત: વઝાયા કરે. ૩ પાદપીઠયુક્ત સ્ફટીકનું સુવર્ણ રત્નજડિત સિંહાસન આકાશે સાથે ચાલે. ૪-પ્રથમ નાનું, પછી મોટું અને તે પછી તેનાથી પણ મોટું, એમ અનુક્રમે ત્રણ છત્ર આકાશે પ્રભુ વિચરે ત્યારે ચાલે અને સમવસરણમાં ચતુર્મુખે વિરાજતા પ્રભુજીના મસ્તક પર આકાશે રોમેર તેવાં ત્રણ ત્રણ છત્ર વિરાજતાં હાય ૫ પ્રભુ વિચરે ત્યારે આગળ આકાશમાં ચાલતો એક હજાર જન ઉંચો રત્નજડિત અને વિવિધ રંગની ઉત્તમ ધ્વજાઓથી મંડિત દેદીપ્યમાન ઈન્દ્રવજ હોય! ૬ ચાલતી વેળા ચરણકમળ તળે વાસ્તવિક કમળ કરતાં પણ અતિ કમળ એવાં નવ સુવર્ણકમળો વારાફરતી પથરાતાં જ જાય ! ૭ રન, સુવર્ણ અને ચાંદીના ત્રણ ગઢ રચાય. ૮ ચઉમુખે દેશના આપે. ૯ પ્રભુથી બારગુણ ઉંચે સુંદર છાયામય ફુલેલો ફાલેલ, ભમરાઓથી સેવા, મનોહર અને વિસ્તીણ શાખાવાળો વિશાલ અશોકવૃક્ષ રચાય. ૧૦-ચાલતાં માર્ગમાંના કાંટા અધોમુખ થઈ જાય ! ૧૧ વૃક્ષે નમન કરે. ૧૨-આકાશે દુંદુભિ ગડગડે. ૧૩ એજન પ્રમાણભૂમિમાં અનુકુલ વાયુ હોય ૧૪ પક્ષિઓ પ્રદક્ષિણા કરે. ૧૫ સુગથી જલની વૃષ્ટિ થાય. ૧૬ પ્રભુના સમવસરણમાં યોજનપ્રમાણ ભૂમિમાં પાંચવર્ણનાં સુગંધી સચિત્તપુષ્પોની ઢીંચણપૂર વૃષ્ટિ થાય. ૧૭ પ્રભુએ દીક્ષા લેતી વખત લોચ કર્યા પછી મસ્તક તથા દાઢી મૂછના વાળ અને નખ સુંદર રળીયામણિ પદ્ધતિમાં ઉગીને પછી વધતા અટકી જાય. જીંદગીભર વધે નહિ ! અત્યંત શેભા આપે તેવી સ્થિતિમાં સર્વદા રહે. ૧૮ ચાર નિકાયના કોડ દે તો પ્રભુ સેવામાં સદાને માટે જઘન્યથી હાજર હોય ! વધારે તે કેડાછેડી પણ હાજર હેય ! ૧૯ સર્વઋતુઓ અનુકુળ હોય. આ ગણેશ અતિશયે પ્રભુને કેવળ જ્ઞાન થયા પછી પ્રભુ સેવામાં દેવો બનાવતા હોવાથી દેવકૃતાતિશય કહેવાય છે (૧૯) એમ ૫-૧૧ અને ૧૯ મળીને કુલ ૩૪ અતિશયો છે. એ રીતે પ્રભુના-અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય અને વચનાતિશયરૂપ જે નવથી ૧૨ સુધીના ચાર ગુણે જણાવેલા છે, તે” નવથી બાર સુધીના ૪ ગુણેના વિસ્તારરૂપે એ ચેત્રીશ અતિશય સિદ્ધાંતમાં વર્ણવેલા છે. પરમપુણ્ય પ્રકર્ષવાન શ્રી અરિહંતપ્રભુના અતિશયોમાં શંકાશીલને નેત્રાંજન.
પ્રભુના આવા સર્વશ્રેષ્ઠ અતિશયે સૈદ્ધાંતિક છે. સિદ્ધાંતે શ્રુતજ્ઞાનથી ભરેલાં છે. અરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org