Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસુત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ
तित्थयरपवयणसुअं आयरिशं गणहरं महड्ढीअं ।।
आसायंतो बहुसो अणंतसंसारिओ होइ ॥ १ ॥ અર્થ :-શ્રી તીર્થંકરદેવની, પ્રવચનસંઘની, થતજ્ઞાનની, આચાર્યની શ્રી ગણધર ભગવંતની તેમ જ મહર્થિકની બહુ વખત આશાતના કરવાથી જીવ અનંત સંસારી થાય. / ૧ અનેક જીવની અપેક્ષાએ સમ્યક્ત્વનું અંતર નથી. (અર્થાત્ જગતમાં સમ્યગદષ્ટિ જીવની સત્તા સર્વકાલ છે.) ઈત્યાદિ શ્રી આવશ્યકસૂત્રની વૃત્તિમાં કથન છે, અથવા--
કારક, રેચક અને દીપક એમ ત્રણ પ્રકારે સમ્યકત્વ. (૧) સમ્યગૂ ધર્માનુષ્ઠાનની તગત ચિત્તે પ્રવૃત્તિ કરાવે તે કારક સમ્યક્ત્વ કહેવાય છે. અને તે વિશુદ્ધ ચારિત્રવંત જીવને જ હોય છે. (૨) સમ્યગુ ધર્માનુષ્ઠાનેની સમ્યક્તયા પ્રવૃત્તિ ન કરાવે પરંતુ તે પ્રતિ રૂચિ કરાવે તે રોચક સમ્યકત્વ કહેવાય છે, અને તે શ્રી કૃષ્ણ મહારાજ તથા શ્રેણકમહારાજ આદિની જેમ અવિરતિ સમ્યગૃષ્ટિ જેને હોય છે. (૩)
જીવ–અજીવ આદિ વિદ્યમાન પદાર્થોને તથા-રૂપે જ પ્રરૂપે-બીજાને તે સ્વરૂપે જ ઉપદિશે, છતાં પિતે મિથ્યાદશી હોય તેને દીપક સમ્યકૃત્વ કહેવાય છે. (દીવો બીજાને પદાર્થો દેખાડે છતાં પિતે દેખતે નથી. તેમ એ દીપક સમ્યકત્વવાન માટે સમજવું) આ સમ્યક અંગારમર્દક આચાર્ય આદિની જેમ અભવ્યજીવને પણ હોય છે. અથવા સમ્યક્ત્વ અનેક પ્રકારે છે. કહ્યું છે કે –
एगविह दुविह तिविहं चउहा पंचविह दसविहं सम्मं ।। दवाइ कारयाई उवसमभेएहि वा सम्मं ॥१॥ एगविहं सम्म ( तत्व ) ई निसग्गहिगमेहि तं भवे दुविहं ।।
तिविहं तं खयगाई अहवावि हु कारगाईअं ॥२॥ અથ–એક-બે-ત્રણ-ચાર-પાંચ અને દસ પ્રકારે સમ્યક્ત્વ છે. અથવા દ્રવ્ય આદિ-કારક આદિ તેમજ ઉપશમ આદિ ભેદો વડે સમ્યકત્વ છે. આ તત્વને વિષે સમ્યપ્રકારે રૂચિ, તે એક પ્રકારે સમ્યક્ત્વ, નિસર્ગથી-સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય તેમજ ગુરૂઆદિના ઉપદેશથી પ્રાપ્ત થાય એમ બે પ્રકારે સમ્યફત્વ, અથવા શુદ્ધપુંજના પુદ્ગલે (દ્રવ્ય) વેદવારૂપ દ્રવ્યસમ્યક્ત્વ તેમજ તત્ત્વરૂચિરૂપ ભાવસમ્યક્ત્વ એમ બે પ્રકારે સમ્યક્ત્વ અથવા અપડ્યૂલિકરૂપ નિશ્ચય સમ્યક્ત્વ અને પૌગલિકરૂપ વ્યવહાર સમ્યકત્વ એમ બે પ્રકારે સમ્યફત્વ જાણવું. કારક, રેચક અને દીપક એમ ત્રણ પ્રકારે અથવા ઉપશમ, ક્ષપશમ અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારે સમ્યક્ત્વ જાણવું. + ૨
खइआइ सासणजुअं चहा वेअगजुअं तु पंचविहं ॥ तं मिच्छचरमपुग्गलवेअणओ दसविहं एनं ॥३॥ निसग्गुवएसरुई आणरुई मुत्तवी अरुइमेव ॥ अभिगम वित्थाररुई किरिया संखेव धम्मलई ॥ ४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org