Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૩૩ર થી શ્રાદ્ધપ્રતિકમણ-વદિસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ શ્રીએ પાણી છાંટયું કે તુર્ત જ રાજા બંધનથી મુક્ત થયે ! અને તે વજા મય બંધનેનાં સડેલ ઘાસની જેમ ત્રટ ત્રટ ત્રુટી કકડે કકડા થઈ ગયા ! | ર૮૫-૮૬. તે વખતે આકાશમાંથી વરસાદ વરસવાની માફક પુષ્પવૃષ્ટિ થઈ. માનવીઓને નિષ્કલંક શીલ પાળવાથી શું શું દુર્લભ છે? ૨૮૭ના અત્યંત પ્રમુદિત થએલ તે નયસાર રાજા સ્વસ્થ છે અને તે સાથે લજજા-ખેદ અને વિસ્મયના રસથી પરવશ બન્ય. ૨૮૮ ત્યારબાદ કુમારે અહો ! વેશ્યાનાં ઘરમાં રહીને આ કુસુમશ્રીએ સતીઓને વિષે આ પ્રમાણે શિરોમણિપણું કેમ કરીને સાચવ્યું ?” એ પ્રમાણે તે વાત્સલ્યવતી દેવીને પૂછયું. ૨૮૯ તેથી દેવીએ સર્વનાં સાંભળતાં કુસુમશ્રીને સમસ્ત અદભુત વૃત્તાંત કહે તે સર્વે જનો પણ આશ્ચર્ય પામતા થકા કુસુમશ્રી તેમજ પિપટની પ્રશંસા કરવા લાગ્યા. ૨૯૦ “આ દેવી કેણ છે અને તેણે અમને આવી અપૂર્વ સહાય કેમ કરી?” એ વિચારમાં કુસુમશ્રી અને કુમાર તે વિમિત બની ગયા! લાગણી ધરાવતી તે દેવી બોલી–“હે શાણા ભાગ્યવાને! તમે બંને જણ મને કેમ ઓળખતા નથી? પૂવે તે કુસુમપુરનગરે સંતુષ્ટ કરેલી એવી હું પાદરે દેવી છું. હે વત્સ! તે વખતથી માંડીને વાત્સલ્યવાળી માતાની જેમ હું વાત્સલ્યથી તારા પુણ્યવશાત્ તને સહાય કરતી તારી પાછળ પાછળ જ ફરું છું.! એકવાર તે સમુદ્રમાં પડ્યો હતો તે વખતે તને સમુદ્રમાંથી ઉદ્ધરીને મેં વહાણમાં મૂક્યો હતો. હજુ પણ હંમેશને માટે તેને સર્વકાર્યમાં સહાય કર્યો કરીશ: આટલું જે દુઃખ પડયું છે તે તે પૂર્વભવે કરેલાં દુષ્કૃતને લીધે બન્યું છે કે જે ઇદ્રોથી પણ અન્યથા કરી શકાતું નથી, પછી મારાથી તે અન્યથા કેમ જ કરી શકાય? કહ્યું છે કે અન્ય જનેને કેપ દૂર કરવામાં બુદ્ધિ સમર્થ છે; પરંતુ કમના કોપને શાંત કરવાને ઇંદ્ર પણ સમર્થ નથી”હે શ્રેષ્ઠ તપવાળા કુમાર! આજથી માંડીને તારું ભાગ્ય ચઢીઆનું છે અને સંપત્તિની પરંપરા,
અંતરાય અને આંતરા રહિતની પાપે છે! ૨૯૧ થી ૯૭ ” વીસેનકુમારને દિવ્ય ત્યારબાદ જીવન બક્ષવાના ઉપકારથી વિરસેનકુમારને વેચાઈ પલંગ અને અશ્વિની ગએલ=આધીન બનેલ નયસાર રાજાએ, કુમારને ખમાવીને પુનઃપ્રાપ્તિ અને પ્રદપૂર્વક પિતાનું રાજ્ય આપ્યું, પરંતુ તે વખતે કુમારે સ્વનગરે ગમન. રાજ્યગ્રહણ કર્યું નહિ અને પિતાના તે દિવ્ય પલંગ અને
અશ્વ તે આનંદપૂર્વક ગ્રહણ કર્યો. ખરેખર, આપનારાઓ બીજી વસ્તુઓ આપતા જ રહે તે પણ સજજને તે ચેડામાં સંતોષ માનનારા જ હોય છે.
૨૯૮-૯૯ હવે વીરસેનકુમાર, નયસાર રાજાના દઢ આગ્રહથી કુસુમશ્રી જેવા સ્ત્રીરત્નની તેમજ તે દિવ્ય પલંગ-અધ અને પિટરૂપ રત્નત્રયીની સાથે ત્યાં કેટલાક દિવસ સુધી રંગભેર રહ્યો. ૩૦૦ | ત્યારબાદ અસમાન મટી અદ્ધિ સહિત કુમાર, નયસાર રાજાને પૂછીને પાદરેદેવીએ બનાવેલ વિમાનમાં બેસી પિતાનાં નગર ભણી ચાલે ! ૩૦૧ [હવે વીરસેનકુમાર પરણવા ગએલ તે વખતે પરણીને પાછા આવતાં પ્રથમ જે પિતાનાં સૈન્યને પિતાનાં ગામે રવાના કરી દીધેલ તે સૈન્યનું શું થયું? તે વગેરે વર્ણન જણાવાય છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org