Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૪૩૭ અને જ્ઞાન વિનાની એકલી ક્રિયા પણ હણાએલી-નકામી છે (અર્થાત્ જ્ઞાન પાંગળું અને ક્રિયા આંધળી છે. એ વસ્તુ ખ્યાલમાં લાવવા અહિં જંગલમાં લાગેલ દાવાનળમાં સપડાએલ એક પંગુ અને એક અંધનું દ્રષ્ટાંત આપે છે કે–) પાંગળો માણસ, દાવાનળને દેખવા છતાં નાસી જવારૂપ ક્રિયા નહિ કરી શકવાથી દગ્ધ=ભસ્મીભૂત થયે અને અંધ માણસ નાસી જવાની કિયા તે કરી શકે તેમ હતું, પરંતુ કયાંથી નાસવું? તે દેખતો નહિ હોવાથી તે પણ દ%= ભસ્મીભૂત થઈ ગયો! જે તે પંગુ અને અંધ ભેગા થઈ જાય અને ચાલી શકનાર અંધ, દેખતા પાંગળાને પિતાના સ્કંધે આરોપીને પાંગળો કહે તે દિશામાં ગતિ કરે તો તે ઘોર દાવાનળમાંથી બન્નેય બચી જાય. આ રીતે જ્ઞાન અને ક્રિયા બંનેને પેગ હોય તે જ મુક્તિ પ્રાપ્ત થાય. ૧ ” (જ્ઞાનીએ બતાવેલી ક્રિયા તે સમજણવાળી છે, પરંતુ) સમજણ વિનાની (મિથ્યાત્વીની) કિયાથી આત્મકલ્યાણ થતું નથી, એ બાબતને વધુ દઢ કરવા કહ્યું છે કે – "नग्नत्वे पशवो जलैजलचराः सर्वे जटाभिवटा-वल्कैर्भूजलता मुतैः करिखराः श्वानादयो भस्माभिः॥ वहीनां ज्वलनैर्जना हरिकृषाः संदानिता रज्जुभिः, स्वर्ग यान्ति कथं न ते यदि वृथा ज्ञानक्रिये निष्पमे
અર્થ -(જ્ઞાન અને ક્રિયા બંનેના વેગે જ મુક્તિ થતી હોવાનાં આપ્તવચનને પણ પ્રત્યક્ષ પ્રમાણુને બહાને વૃથા માનીને કેવળ (નગ્ન રહેવું-સ્નાન કર્યા કરવું–જટા ધારણ કરવી-વકલ કહેતાં વૃક્ષોની છાલ પહેરીને રહેવું. મેક્ષ મળે માટે પુત્રની જરૂર માની પુત્ર મેળવવા પરણવુંભસ્મ ચેળવી-ધૂણી ધખાવવી તથા અંગે દોરડાં બાંધીને રહેવું એ વિગેરે) ક્રિયાથી મુક્તિ મળતી હોવાનું માનતા હો તો ] નિરંતર નગ્ન રહેનારા પશુઓ-જલમાં જ ડુબી રહેનારા મત્સ્યોવડવાઈઓરૂપ જટા ધારણ કરનારા વડવૃક્ષો-ભૂર્જ પત્રને ધારણ કરતી શાખાઓ-(મપુત્રા તિર્નાતિ વચનને અનુસરે તે સુગતિ થતી હોત તે) પુત્રાવાળા હાથી અને ગધેડાંઓ-રાખમાં આળોટી ભસ્મધારી બનતા કુતરાં વગેરે–ચૂલા વગેરેમાં હંમેશાં અગ્નિ પ્રગટાવનારા લેકે તેમજ દરડાં સાંકળ વગેરેથી કાયમ બંધાઈ રહેતા અશ્વો-બળદ વગેરે સ્વર્ગમાં કેમ જતા નથી?
૧ શ્રી આચારાંગસૂત્રમાં પણ કહ્યું છે કે-“ખાણા v=કેટલાક આત્માઓ આજ્ઞા= પ્રભુકથિત જ્ઞાનથી રહિત હોવા છતાં વ્રત-તપ-નિયમાદિ ક્રિયાકાંડમાં જોડાયેલા હોય છે અને કેટલાક આત્માઓ આજ્ઞા-પ્રભુકથિત જ્ઞાનયુક્ત હોવા છતાં આત્મકલ્યાણની ક્રિયા માટે ઉજમાળ હેતા નથી.” હે આત્મન્ ! તારા માટે તેવું ન બને તેનું તું ધ્યાન રાખજે, તથા અર્ધપાક્ષિકા શ્રીધરણેન્દ્ર, અંબિકા તેમજ અન્ય યક્ષયક્ષિણી વગેરે સમકિતવંત દેવદેવીઓ મને સમાધિ-ચિત્તની સ્વસ્થતા આપે. [ સમાધિ એ સર્વ ધરૂપ વૃક્ષોનું મૂળ છે, સર્વ ધર્મરૂપ શાખાઓનું થડ છે, તે સર્વ ધર્મરૂપ નાની નાની ડાળીઓની શાખા છે, અથવા ધર્મરૂપ વૃક્ષનું ફળ છે, અથવા તે ધર્મરૂપ અંકુરનું બીજ છે. કારણ કે ચિત્તની સ્વસ્થતા વિના વિશિષ્ટ ધર્મક્રિયાનું પણ પ્રાયઃ કષ્ટ ક્રિયાપણું કહ્યું છે. આવી સમર્થ સમાધિને હણનાર આધિ અને વ્યાધિ છે, અને તે આધિ-વ્યાધિઓને નિરોધ ત્યારે જ થાય કે તે આધિ વ્યાધિઓમાં કારણભૂત જે કોઈ ઉપસગો હોય તેનું નિવારણ થાય. એ ઉપસી નિવારવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org