Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 547
________________ ૪૪૨ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ તરીકે આચરેલ અને ઉપદેશેલ છે. તેમજ વંદન વખતે બોલતા “ઈચ્છામિ ખમાસમણેo= “સૂત્ર વગેરેમાં ક્ષમાની પ્રાધાન્યતા રાખેલી છે. વળી કહ્યું છે કે યંતી મુદ્દા મૂરું=સુખનું મૂળ ક્ષમા છે. ઉત્તમ ક્ષમા, એ ધર્મનું મૂળ છે. ક્ષમા, એ મહાવિધાનની જેમ સર્વ પાપનો નાશ કરનારી છે.' સમર્થને તો ક્ષમા બહફલદાયી છે. કહ્યું છે કે:-“ટા રિલ૦=દરિદ્રાવસ્થામાં દાન આપવું, સમર્થ પણામાં ક્ષમા રાખવી, મનની ઈચ્છાનો નિરોધ કરે અને યુવાવસ્થામાં ઇન્દ્રિયને નિગ્રહ કરે એ ચાર વસ્તુ અતિ દુષ્કર છે. lલા ' વળી ક્ષમાનું ફળ, કુરગડુમુનિ વગેરેની જેમ તે ભાવમાં પણ કેવલજ્ઞાનને લાભ વગેરે થવા તરીકે પ્રસિદ્ધ છે. તેથી ધર્મથીએ ક્ષમા આદરીને વૈરને ત્યજી દેવું. એ પ્રમાણે ૪૯મી ગાથાને અર્થ સમાપ્ત . ૪૯ અવતા:-હવે શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રને ઉપસંહાર કરતાં ઉત્તરોત્તર ધર્મવૃદ્ધિને માટે અંત્ય મંગલ તરીકે સૂત્રકાર અંતિમ ગાથા જણાવે છે. एवमदं आलोइय, निंदिअ गरहिअ दुगंच्छिउं सम्मं ॥ तिविहेण पडिकंतो, वंदामि जिणे चउव्वीसं ॥ ५०॥ વૃત્તિત થાર્થ –અત્યાર સુધી જણાવવામાં આવ્યું તે રીતે ગુરૂ મહારાજને પિતાની સ્કૂલનાઓ સભ્યપ્રકારે જણાવીને “મેં ખરાબ કયું' એમ આત્મસાક્ષીએ નિંદા કરીને અને તે જ ખલનાઓ-અતિચારોની ગુરૂમહારાજ પાસે “પાપકારી એવા મને ધિક્કાર છે એ પ્રકારે જુગુપ્સા કરીને મન-વચન અને કાયાવડે પ્રતિક્રમણ કરતાં હું ચેવિશ જીનેશ્વરને વંદના કરું છું [દુઝિવે ને સ્થાને સુછિદં પાઠ છે ત્યાં સુપુણિત્ત અથવા ફુરિત અર્થ ગ્રહણ કરે ] અહિં અશ્રદ્ધાળુજન શંકા ઉઠાવે છે કે- શ્રાવકને માટેના આ પ્રતિક્રમણ (વંદિત) સૂત્રના રચયિતા કોણ છે ? તેને શાસ્ત્રકાર સમાધાન આપે છે કે- કરેમિ ભંતે!” વગેરે પ્રતિક્રમણના અન્ય સૂત્રોના પ્રણેતાની જેમ આ વંદિત્તસૂત્રના પ્રણેતા પણ શ્રતસ્થવિર ભગવંતે છે. શ્રી આવશ્યક સૂત્ર બૃહદ્દવૃત્તિમાં “બાર સન્ની સમંવ ગાથાની વ્યાખ્યા પ્રસંગે કહ્યું છે કેઆચારાંગાદિ અંગપ્રવિણ શ્રત, ગણધર ભગવંતેએ રચેલું છે અને આવશ્યક વગેરે અનંગપ્રવિષ્ટ થત, શ્રતસ્થવિર ભગવંતોએ રચેલું છે. - સાંજ –એ પ્રમાણે આ વંદિત્તસૂત્રના રચયિતા જે શ્રતસ્થવિર ભગવંત છે, તે તેના ઉપર નિર્યુકિત, ભાષ્ય વગેરે કેમ નથી? સમાધા-કૃતસ્થવિર ભગવંતેએ રચેલાં સૂત્રો ઉપર નિર્યુક્તિ-ભાગ્ય વગેરે હોવાં જ જોઈએ, એ નિયમ નથી, જે એવો નિયમ માનવામાં આવે તે આવશ્યક-દશવૈકાલિક વગેરે દસ શાસ્ત્રો સિવાયનાં બીજાં શાસ્ત્રો ઉપર નિર્યુકિત ન હોવાથી અને ઔપપાતિક વગેરે ઉપાંગોની ઉપર ચૂર્ણિ પણ નહિ હોવાથી તે દરેક શાસ્ત્રોને ય ૧ અહિં શાસ્ત્રકાર સ્પષ્ટ કહે છે કે-ઔપપાતિક વગેરે ઉપાંગ ઉપર તે ચૂર્ણિ પણું નથી, છતાં સ્વકૃત અનવાદમાં પૂ. 9. શ્રી ધર્મસૂરિજી કહે છે કે- પપાતિક વગેરે સૂત્રો ઉપર નિર્યુક્તિ નથી ! એટલે કે ચણિ તો છે! આ રીતે તેઓશ્રી શાસ્ત્રકારનાં વચનથી વિરૂદ્ધ લખે છે તેથી ખપી પુણ્યાત્માઓએ તેઓશ્રીને પૂછવું રહે છે કે-ઉપાંગો ઉપર આપશ્રીએ કયાંઈ ચૂણિએ દીઠી છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558