Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ
દવને દૂર કરનારા અને સહસ્ત્રાવધાનીપણું વગેરે કાવડે પ્રાચીન આચાર્યના મહિમાવાળા શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી પ્રથમ શિષ્ય હતા. તથા શ્રી સંઘનાં અને ગછનાં કાર્યો કરવા અપ્રમત્તપણે ઉજમાળ એવા બીજા શિષ્ય મુનીંદ્ર શ્રી જયચંદ્રસૂરીશ્વરજી હતા, દૂર દૂર વિહાર કરીને ય ગણને ઉપકાર કરનારા એવા ત્રીજા શિષ્ય શ્રી ભુવનસુંદરસૂરીશ્વરજી થયા, પોતે એક અંગવાળા હોવાં છતાં અગીઆર અંગના ધારક એવા ચોથા શિષ્ય શ્રી જિનસુંદરસૂરીશ્વરજી થયા! અને રાગદ્વેષની ગ્રંથી વિનાના તેમજ ગ્રન્થકર્તા એવા પાંચમા શિષ્ય શ્રી જિનકીર્તિગુરૂ થયા. તે શ્રી જિનકીનિ નામાં સુગુરૂના પ્રસાદથી વિક્રમ સંવત્ ૧૪૯૬ માં શ્રી રત્નશેખરંગણીએ વિદ્વાનની પ્રસન્નતા માટે આ શ્રી વંદિત્તસૂત્ર-શ્રાવક પ્રતિકમણુસૂત્રની વૃત્તિ રચી છે. આ વૃત્તિને ન્યાય-વ્યાકરણ-સાહિત્ય અને ધર્મશાસ્ત્ર એ ચાર વિદ્યારૂપ ચાર સમુદ્રને ધારણ કરનારા એવા શ્રી લક્ષ્મીભદ્ર નામના પંડિત પ્રવરે દધિમાંથી શુદ્ધ માખણની જેમ ખંતપૂર્વક શેધી છે. પંડિતેને વિષે મુકુટ સમાં અને જેની પ્રશંસા થઈ રહી છે તેવા સત્ય હંસગણું નામના પંડિત વગેરેએ ગુરૂભક્તિથી આ ટીકાની પ્રથમ કોપીમાં પાસે રહી તપાસી જવારૂપ સહાય કરી છે. અનુટુમ્કો યુક્ત આ અર્થદીપિકા નામની ટીકાને વિષે લેકેનું પ્રમાણ ૬૬૪૪ છે. અલ્પબુદ્ધિ એવા પણ મેં શ્રેષ્ઠ ચૂર્ણિ અને વિવિધ વૃત્તિ વગેરેને અનુસરીને આ ટીકા રચી છે. તેમાં જે કાંઈ ઉસૂત્ર હોય તે પંડિતએ શેાધવું. આ વૃત્તિ દીર્ઘકાળ જયવંતી વર્તે.
એ પ્રમાણે શ્રી તપાગચ્છનાયક પરમગુરૂ શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય શ્રી ભુવનસુંદરસૂરિના શિષ્ય ઉપાધ્યાયશ્રી રત્નશેખરગણુએ રચેલ આ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રની અર્થદીપિકા નામની ટીકાને વિષે શેષ પાંચમે અધિકાર સમાપ્ત થવા સાથે જ આ અર્થદીપિકા નામની શ્રાવક પ્રતિકમણુસૂત્રની ટીકા સમાપ્ત થાય છે. સર્વગ્રંથા ૬૬૪૪, વાચક પાઠકનું કલ્યાણ હે.
સમાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org