Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩પ૧ ઓની પ્રશંસા વગેરે આ ભવમાં પણ બહુ અનર્થકારી નીવડે છે, તો પછી બીજા ભવને વિષે તેથી થતા અનાથનું પૂછવું જ શું? તેથી કરીને વિબુધજને પાપીઓની પ્રશંસા કેમ કરે ?
૧૩૩ . તે વખતે તેં તારા આત્માના હિત માટે “કરેમિ ભંતે” ઉચ્ચર્યા વિના પણ જે મુહૂર્ત માત્રનું સામાયિક કર્યું હતું તે સામાયિકના પ્રભાવે તને ચેરને પણ અને વધના સ્થાને પણ આવાં વિશાળ રાજ્યની પ્રાપ્તિ થઈ. અથવા પુણ્યને દુ:સાધ્ય શું છે? | ૧૩૪–૧૩૫ | અવ્યક્ત (કરેમિ ભંતેના પચ્ચક્ખાણ વિનાના) એવા પણ સામાયિકનું ફલ રાજ્યની પ્રાપ્તિ વગેરે કહેલ છે. સંપ્રતિરાજા પણ તેવા અવ્યક્ત સામાયિકથી વિશિષ્ટ રાજ્ય પામ્યું હતું.”
એ પ્રમાણે ગુરૂમુખથી પૂર્વભવ સાંભળીને પ્રીતિનાં પૂરથી પરિપૂર્ણ થએલ દઢપુણ્ય રાજા અને બીજા સામંત વગેરે પણ સામાયિક વ્રતને વિષે ઉજમાળ થયા. તે ૧૩૬-૩૭ના બાદ તે શુદ્ધમતિ રાજાએ હંમેશાં સામાયિકનું પચ્ચખાણ (કરેમિ ભંતે) ઉરચરવાપૂર્વક સામાયિકવ્રતનું દીર્ધકાલ પાલન કર્યું, અને પુષ્કળ કર્મનિજર કરી. જે ૧૩૮. એક દિવસે રાજા સામાયિક કરીને સંધ્યા સમયે પ્રતિક્રમણ કર્યા બાદ સમ્યક્ પ્રકારે શુભધ્યાનમાં બેઠેલ છે. ૧૩૯૫ આ બાજુ પૂર્વે આ રાજાએ, ચોરની હાલતમાં “કીડીનું એકઠું કરેલું સવે તેતર હરી લે,
તેમ” એક બ્રાહ્મણનું એકઠું કરેલું સર્વ ધન હરી લીધેલઃ તેથી સામાયિકમાં રાજાને ક્રોધિત બનેલો તે બ્રાહ્મણ, ખેદ ધરતે વૈરાગી બની તાપસ વ્યંતરને ઉપસર્ગ થયેલ અને મૃત્યુ પામીને મિથ્યાદષ્ટિ ક્રૂર વ્યંતર થએલ. તે અને વ્રતની દઢતા. યંતરે ભમરાની જેમ ભમતાં ભમતાં ત્યાં સામાયિકમાં બેઠેલા
રાજાને દીઠો. પૂર્વભવનું વૈર યાદ આવતાં રોષે ભરાએલ તે દુષ્ટ વ્યંતર વિચારવા લાગે કે-“આ રાજાને પર્વતના શિખરથી ભ્રષ્ટ કરવાની જેમ શ્રેષ્ઠ ધર્મથી કોઈપણ પ્રકારે ભ્રષ્ટ કરીને ગાઢ વિડંબના વડે વિડંબના પમાડીને હણું કે-જેથી તે દુ:સહ એ ઘેર દુર્ગતિનાં દુઃખો પામે. કારણ કે-ધર્મના નિયમને ભંગ થાય એટલે અનંત એવું ભવદુઃખ પ્રાપ્ત થાય જ” એમ ચિતવી તે વ્યંતરે રાજાનાં ઉદર, મસ્તક, આંખો, મુખ, કાન અને બીજાં પણ અંગ અને ઉપાંગોને વિષે અતિ પીડા ઉત્પન્ન કરી. / ૧૪૦ થી ૪૫ II છતાં પણ મુનિની જેમ દયાનમાં નિષ્પકંપ રહેલા તે રાજાને સૂર્યના જેવું દેદીપ્યમાન અને મહા પ્રમાણવાળું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું ! ! ૧૪૬ છે તે અવધિજ્ઞાનથી રાજાએ તે વ્યંતરપતિને સર્વ વૃત્તાંત જાયે. તેથી તે વ્યંતરના વર્તન ઉપરથી ધ્યાન ઉઠાવી લઈને આત્માને (ફઘ=) આ પ્રમાણે ઉપદેશ આપે છે કે “રે પાપી જીવ! જે તે પહેલાં પરને સંતાપકારી પાપ કર્યું છે, તે હવે (આ વ્યંતરથી થઈ રહેલી પીડાથી) શી રીતે છૂટવાનો છે? માટે આ પીડાને તું ધર્મને અર્થે સમ્યક્ પ્રકારે સહન કર: કહ્યું છે કે-“હે કલેવર! દુઃખને વિચાર કર્યા વિના તું સહન કર: વળી દુઃખ સહન કરવામાં આવું સ્વવશપણું મળવું દુર્લભ છે, હે જીવ! પરને વશ પડીને તે દુઃખ બહુવાર રન કરીશ; પરંતુ તેમાં તને કાંઈ જ ગુણ થવાનો નથી, ” રે જીવ! જે આ ઉપદ્રવમાં લેશમાત્ર પણ અપધ્યાન કરીશ તો સામા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org