Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
-
---
-
----
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રનો આદર્શ ટીકાને સરલ અનુવાદ્ધ છે કરમશન વખતે ગુણાકરને ક્રોડ-કોડ સોનૈયા એકેક ગોકુલ અને બત્રીશ પાત્રનું એકેક દિવ્ય નાટક આપ્યું, તથા એ પ્રમાણે ઉત્તમ વસ્ત્રો-સર્વાગ સંપૂર્ણ આભૂષણ-સોનાચાંદીના ભાજન વગેરે આપ્યું, ઉત્તમ અશ્વ-શયા વગેરે આપ્યું, સુખાસન (મ્યાન-પાલખી) મહાસન (સિંહાસન) વગેરે આપ્યાં, તદુપરાંત ઘરવખરીની તમામ ચીજ-મહેલ-દાસદાસી વગેરે પુષ્કલ આપ્યું ! / ૧૩૮ થી ૪૦ | ખરેખર ઉદારજનોને દાનલીલા સ્વભાવસિદ્ધ હોય છે. વળી તેવા ગુણવંત જમાઈમાં તે દાન સ્વલ્પ જ છે. તે ૧૪૧ / શ્વસુરે તરફથી મળેલ દેવવિમાન જેવી હવેલીઓમાં તે આઠેય કન્યાઓ જોડે દેવની જેમ વિલસતે ગુણાકર, જાણે આઠ રૂપવાળે હોય તેમ શોભવા લાગ્યા. આ ૧૪૨ . આઠ કુપર્વતે વડે શોભતા મેરૂની જેમ-આઠ દિશાઓથી શોભતા સૂર્યની જેમ-આઠ અઠ્ઠમહિષીઓથી શોભતા ઈન્દ્રની જેમઆઠ મહાસિદ્ધિથી શોભતા સિદ્ધ પુરૂષની જેમ અને આઠ મૂર્તિવડે શોભતા શંભુની જેમ વિવિધ ક્રીડારસમાં નિમગ્ન ગુણાકરે, પોતાની તે આઠેય કાંતાઓથી હંમેશાં અવિયુકતપણે
સંસારનાં સર્વસ્વ સુખરૂ૫ વિષયસુખને ભેગવતાં સૂર્યના અસ્તગુણકર ઘેર ન આવવાથી ઉદયનીય ખબર વિના કેટલેક કાળ નિર્ગમન કર્યો. તે ૧૪૩ થી માતપિતાની ચિતા ૪૫ . આ બાજુ ગુણાકર, ગુણધરને મળવા ગયો તે દિને રાત્રે
ઘેર નહિ આવવાથી માતપિતા અત્યંત ખેદિત થયા. રાત્રે અને સવારે ઘણી શોધ કરવા છતાં ગુણાકર નહિ મળવાથી હાથે ચઢેલ ચિંતામણી ગુમ થવાની જેમ પિતાને અત્યંત શાચવા લાગ્યા. આં ૧૪૬-૪૭ | અતિદુ:ખિત માતાપિતાએ એકદા કોઈ
તિષીને પિતાના પુત્રનું શુભ, સ્થિતિ અને આગમન વગેરે પૂછતાં તેણે પણ તે પ્રશ્ન વખતનું લમ અને લગ્નશ નક્કી કરી કહ્યું કે-“તમે નકામા ખેદ જ ન કરે. કારણકે–તમારે પુત્ર તે ઘણે સુખી છે. આ ૧૪૯. લીલામાત્રથી તે મહદ્ધિક બનેલ છે. દાન અને ભેગેથી પ્રસિદ્ધિ પામેલ તે મહાન સુખસાગરમાં નિમગ્ન છે; પરંતુ તે કઈ દૂર સ્થળે છે! I ૧૫૦ || વળી નવદિત સૂર્યની જેમ તે પુત્ર અહિંથી પૂર્વ દિશામાં છે. એક વર્ષ બાદ તમે તેનું સ્થાન જાણશે. અને બે વર્ષ બાદ તમને તે મળશે ! ૧૫૧ ” નિમિત્તિયાની તે વાણીથી માતપિતા, પુત્ર મળ્યાની જેમ અતિર્ષિત થયાં. ખરેખર ઈષ્ટની શુભ ખબર પણ ઈષ્ટના સંગમસ્વરૂપ બને છે. ૧૫ર છે ત્યારથી હંમેશાં પુત્રનાં સ્થાનની ખબર મેળવવા મથતા માતપિતાએ એક વર્ષ સો વર્ષની જેમ કણે વીતાવ્યું. તે ૧૫૩ | હવે (ગુણાકર જ્યાં છે તે ) શ્રીપુરનગરથી બીજા ભાટ ચારણથી ઠેષ કરેલ એકર બંદીજન, (ગુણાકરના માતપિતા રહે છે તે જયસ્થલપુરના રાજાની) રાજસભામાં ઇંદ્રની પર્ષદામાં નારદ આવવાની જેમ આ
૧–પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, યજ્ઞકર્તા, સૂર્ય અને ચંદ્રએ આઠ પ્રકારે પિનાકી શિવ, હવાનું વિદ્યાનિકે કહે છે: ૨ પૂ. . શ્રી ધર્મસૂરિજીકૃત અનુવાદમાં બંદીજનને કૃત્રિમ રીતે જ “નારદમુનિ' નામ આપીને અને તે પછીની ૨૩ પંક્તિ જેટલું લખાણ તદ્દન કલકલ્પિત રીતે ઉભું કરીને નારદના નામે ચઢાવી દીધું છે. તે શોચનીય છે. શાસ્ત્રરસિક જનને શાસ્ત્રમાં આવી છાચારિતા પિષવી તે શાભનીય ન જ ગણાય
પટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org