Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
- શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતસૂત્રની આદર્શ ટકાનો સરલ અનુવાદ ૩૫ કર્યા વિના હું ગુણાકર પણ કેમ ગણાઉં ? | ૯૫ છે તેથી અહિંથી હું ત્યારે જ ઘેર જઈશ કે જ્યારે પિતાના ભાગ્યમેગે કેમેય ધન પ્રાપ્ત કરીશ. | -૬ છે એમ વિચારી ગુણધરના ઉત્કર્ષમાં ઈર્ષાશૂન્ય ગુણાકર, સ્વભાગ્ય પરીક્ષા યતિની જેમ ત્યાં શૂન્ય જંગલમાં જ રાત રહ્યો. મેં ૯૭ આ બાજુ ૫ સેના વડવૃક્ષ ઉપર કઈ યક્ષરાજ રહે છે, તે યક્ષને એક સેવક યક્ષ, કેઈ સ્થળેથી તે વખતે ત્યાં દિલભેર આવે છે. મેં ૯૮ | આકાશમાંથી વિજળીની જેમ આ કાણુ ઉતર્યો ? એ પ્રકારે વિસ્મયતામાં ગુણાકર મગ્ન થયે સતે તે આગંતુક યક્ષે પોતાના તે સ્વામી યક્ષને ગુમરીતે કહ્યું કે-“અહિંથી સો એજનથી દૂર શ્રી પુર નગર છે. તેમાં કોડપતિઓના સમૂહથી અને મંદિરોના ક્રોડે દવજથી એમ બંનેય પ્રકાર અદ્ભુત શોભા છે અને બીજા દિગગજેન્દ્રો હોય તેવા વિશ્વાધાર તરીકે પ્રસિદ્ધ આઠ શ્રેણીઓ છે. તેઓનાં તથ્ય નામ અનુક્રમે ધનાકર-ધનપતિ-ધનધર્મ-ધનેશ્વર-ધનસાર-ધનગુરૂ-ધનાઢય અને ધનસાગર હૈઈને તેઓ રાજમાન્ય છે. તે શ્રેષ્ઠીઓને ઘણા પુત્રે ઉપર અનુક્રમે-ગુણાવલી-ગુણવતી-સુગુણાગુણમાલિની ગુણમાલા-ગુણલતા ગુણશ્રી અને ગુણસુંદરી એ નામે એકેક પુત્રી છે. જાણે અષ્ટદિકુમારીઓનાં સૌભાગ્યરૂપ લક્ષ પીથી જ ઘડી હોય તેવી તે આઠેય પુત્રીઓ માતાપિતાને પ્રાણથી પણું અધિક ઈષ્ટ છે આઠેય દિશાના યુવાનના મોહ માટે મોહનવેલી જેવી તે શ્રેષ્ઠતર કન્યાઓ ચોસઠ કલામાં નિપુણ છે. અનુક્રમે તેઓ યૌવન પામી. સમાન ઉંમર–સદા સમાન મન-સમાન શીલગુણ અને સમાન રૂપસંપત્તિને ધારણ કરનારી તે આઠેય કન્યાઓને એકમેક જેવી શ્રેષ્ઠતર પ્રીતિ હોવાથી “આપણે કદિ વિયેગ ન થાવ, એ ચિંતાએ ”તેણીઓએ સમાન પ્રતિજ્ઞા કરી કે-નક્ષત્રોને પતિ ચંદ્ર એક જ હવાની જેમ આપણે આઠેયને એક જ પતિ છે, અને તે પણ વિશ્વભરમાં પ્રશંસનીય હોવું જોઈએ. એ સિવાય અન્ય કોઈ જ નહિ! ૯થી ૧૦૯ છે કારણકે ગ્રહવાસ છે તે કારાવાસ છે. એવે ગૃહવાસ શ્રેષ્ઠ વરના ચોગ વિના શું કામ જોઈએ? લુખું અને તે એઠું એવું અન્ન ખાવાને કણ બુદ્ધિમાન ઈછે? ૧૧” કન્યાઓની તે પ્રતિજ્ઞાનુસાર વરની શેધમાં પ્રયત્નશીલ પિતાઓએ નૈમિત્તિકને પૂછયું કે-“આ કન્યાઓનો વર કેશું થશે? નિમિત્તનિપુણ મમિત્તિકે પણ કહ્યું- હે શ્રેણીઓ ! આ સંબંધમાં તમે ચિંતામુક્ત રહે: એકત્રીય એવા તમે સહુની ભક્તિથી પ્રસન્ન થઈ તમારી ગોત્રદેવી જ તેણીઓ સારૂ શિષજનેને શીર મુગટસમાન વરને શીધ્ર મેળવી આપશે. ૧૧૧ થી ૧૩ એમ સાંભળી તે શ્રેષ્ઠીઓ, તપ-પૂજા વગેરેથી પિતાની ગોત્રદેવીને પ્રસન્ન કરવા અને આત્માને આનંદથી પિષવા લાગ્યા. ૧૧૪ તુષ્ટ થએલી ગેત્રદેવીએ પણ તેઓને સ્પષ્ટ કહ્યું કે તમે નિપુણ તિષી બતાવે તે શુભલગ્ન માટે વ્યવસાયથી લગ્નોત્સવ માટે સમગ્ર સામગ્રી નિશ્ચિતપણે એકઠી કરો. અને હું બરાબર લગ્નવેળાએ વેગથી હલામાત્રમાં દેવ જેવી રૂપલકમીવાળા વરને કયાઈથી પણ શીધ્ર લાવીશ. ૧૧૫થી ૧છા
ત્રદેવીનાં તે વચનોથી શ્રેષ્ઠીઓ હર્ષ પામ્યા. અને દેવીએ કહ્યા મુજબ જ લગ્નને શુભ દિવસ જેવડાવ, લગ્ન માટે મહોત્સવ આરંભી દે” વગેરે કાર્ય આદરી દીધાં! પ્રસન્ન થયેલ દેવીનાં કથનમાં કોણ ચતુર, સંદેહ કરે? ૧૧૮ હવે પિતાઓએ કન્યાઓને સ્નાન શણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org