Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
કco શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ દાવાનલની સંપતંત્રમૈત્રી સંસંયુક્ત છે. તે ૧૮૪-૮૫ . તેના ભયથી હાહાકાર મચાવતા કેટલાક નાકરે સહિત ગુણધર, દેહમાંથી જીવ નાસે તેમ તે અટવીમાંથી નાઠો. તે ૧૮૬ ક્રોધથી તપ બળી જવાની જેમ તે અગ્નિથી ગુણધરનાં માલ ભરેલાં ગાડાં-બળદ વગેરે સર્વસ્વ તેની નજર સામે જ બળીને ભસ્મ બની ગયું ! ૧૮૭ એમ અકસ્માત નિધન બની ગએલ ગુણધરને નિર્ભાગી જાણીને હોય તેમ અહિંથી તહિં ત્રાસ પામેલા વિશ્વાસુ નકરોએ પણ તજી દીધે! . ૧૮૮ છે તેથી ખેદ પામતે ગુણધર, શૂન્યચિત્ત વનમાં વનચરની જેમ સંભ્રમપણે આમ તેમ ભટકવા લાગ્યા, ૧૮૯ ભૂખ અને તરસ વગેરેથી સાત દિવસ તપેલે તે, કષ્ટ કરીને મંત્રિકાવતી નામના ગામે પહોંચે. ૧૯૦ | ત્યાં દૈવગે એક સ્વાભાવિક દયાળુ યેગીએ તેને દુઃખથી રીબાતો જાણી અનુકંપાની નજરે જોયે. જે ૧૯૧ છે તેવી સ્થિ તિનું કારણ તેને પૂછીને સર્વવૃત્તાંતથી માહિતગાર થએલ તે યેગીએ ગુણધરને પોતાના મકાને લઈ જઈ પિતા, પુત્રનું પોષણ કરે એ રીતે ખાન-પાન વગેરેથી પિળે. ૧૨ In
ત્યારબાદ પર્વતની વિવિધ ઔષધીઓને ઓળખવામાં નિપુણબુદ્ધિવાળા તે કૃપાળુગીએ ગુણધરને પર્વત પર લઈ જઈ એક દિવ્ય ઔષધિ બતાવીને કહ્યું- હે આર્ય! આ મારી જાણીતી ઔષધિને બકરીઓના જૂથમાં ભેળો જન, પોતાની બકરીને ભૂલી જવાની જેમ” આ ઔષધિઓના સમૂહમાં ભૂલી ન જા, એ માટે તું ચક્કસ ઓળખી લે / ૧૯૩-૯૪ IT. આજે અંધારી ચૌદશ અને રવિવારની મધ્યરાત્રે “છાત્રથી પ્રસન્ન થએલ ગુરૂ, શિષ્યને વિદ્યા ગ્રહણ કરાવે તેમ” તારાથી પ્રસન્ન થએલે હું આ ઔષધિ તને ગ્રહણ કરાવીશ. ૧૫ ”
ગીએ એ પ્રમાણે પ્રેરણા કયે સતે સાવધાન બનેલ ગુણધરે પણ તે ઔષધિને નિશાન વગેરેથી નક્કી કરી લીધી બાદ બંને જણ પોતાનાં સ્થાને આવ્યા ૧૯૬ હવે રાત્રિના બે પહોર વ્યતિત થયે તે યેગીએ ગુણધરને તે ઔષધિ લેતાં કઈ વિદ્ધ નડે નહિ, એ માટે શિખાબંધ કરીને કહ્યું કે હે આર્ય ! મારા સાનિધ્યથી તું મક્કમ મન રાખી દીપની શિખા જેવી દેદીપ્યમાન તે દીઠેલી ઔષધિ પાસે જા/ ૧૯૭-૯૮ છે અને તે ઔષધિને ઉપરથી જમણી મુઠીમાં હિંમતથી પકડી રાખીને ડાબી મુઠીમાં રાખેલ શસ્ત્રવડે નીચેથી કમલનાં નાળની જેમ શીધ્રપણે છેદવી ૧૯૯ ૫ બાદ ઔષધિવાળી જમણી મુઠીને દઢ રાખીબીજે કયાંઈ ધ્યાન આપ્યા વિના સાત્વિકપણું ધરાવતે-જરાપણ પાછું જોયા વિના-ભત્પાદક બિહામણું રૂપ કે અવાજ વગેરેને અવગણને અને મેગીની જેમ મનમાં ધ્યાનરૂપ સંપત્તિ રાખીને તે ઔષધિ તું અહિં લાવ. ૨૦૦૧૫ સિદ્ધરસથી સુવર્ણસિદ્ધિ થવાની જેમ વિધિથી ગ્રહણ કરેલી તે ઓષધિથી મૂર્તિમંત ભાગ્યસિદ્ધિની જેમ ઘણાં સુવર્ણની સિદ્ધિ તારે આધીન થશે. જે ૨૦૨ છે અને તે થએલ સુવર્ણસિદ્ધિથી “છાયાથી તાપ નાશ પામવાની જેમ આ
૧ કતe (1. આમારા ) | ૨ પૂ. ઉપા. મ. કૃત અનુવાદમાં આ લેકને તદ્દન વિપરીત અર્થ થવા પામેલ છે. ૩ વિધ્યારથા (. જાનદ્વારા) ૪ ઉપા. કૃત અનુવાદમાં આ લેકને અનર્થકારી અર્થ થવા પામેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org