Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૪૧૮ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટકાને સરલ અનુવાદ પણ તે જે ધમોનુષ્ઠાન આચરતાં આશ સા કરે તો અલ્પ જ ફળ પામે છે. કારણકે-ચિંતામણિરત્નને અલ્પમૂલ્યમાં વેચનારની જેમ તે મનુષ્ય અચિત્યચિતામણિરૂપ ધર્મને આશંસારૂપ અલ્પમૂલ્યથી વેચી નાખે છે ! કહ્યું છે કે-“ઢવચારૂં વહુરાણં ઘણાં ફલવાળાં શીલવતને (આશંસાથી) હણીને સુખની ઈચ્છા રાખનાર દુર્બલબુદ્ધિ મુનિ, કોડમૂલ્ય આપીને કાકિણી ખરીદે છે. જે ૧ . એ કારણથી જ અરિહંત ભગવતેએ (એ આશંસાની માફક) નિયાણું કરવાનો સર્વથા નિષેધ કર્યો છે. તે નિયાણાં આ રીતે નવપ્રકારે છે.
૨ નૃપનિાના-કોઈ સાધુ આદિ નિયાણું કરે કે-દેવને પ્રગટ કોણે દીઠા છે? આ રાજાઓ જ દેવ છે, માટે મારી તપશ્ચર્યાના ફલથી હું પરભવે રાજા થઉં” આ નિદાનવાળે જીવ (પ્રથમ દેવાયુષ્ય બાંધ્યું હોય તે ) સ્વર્ગમાં જઈ ત્યાંથી એવી રાજ્ય પામે છે, પરંતુ તે રાજાપણુના ભવ માં સમ્યક્ત્વ પામી ન શકે તેવો દુર્લભબધી થાય છે.
૨ શનિવાર-રાજાઓ બહુ ચિતાના વ્યાપારવાળા હોય છે, માટે આ તપનાં ફળ તરીકે આગામી બે શ્રેણી થઉં” તે આ બીજુ નિયાણું છે. ૩ સ્ત્રીત્વનિાનઃ-પુરૂષ બહુ વ્યાપારવાળો અને લડાઈ આદિ દુષ્કર કરનારો હોય છે, એમ વિચારી સ્ત્રી થવાની આશા કરે ૪ gવનાના-એ પ્રમાણે સ્ત્રી હંમેશાં પરાધીન છે અને પરાભવ પામે છે. એમ વિચારી પુરૂષપણું ઈછે. ૧ વિચારવાના- મનુષ્યના ભેગે મલીન હોય છે માટે જે દેવો અન્ય દેવદેવીની સાથે વિષયવિલાસ કરે છે, અથવા પોતે પોતાને દેવ-દેવીરૂપ વિકુવી વિષયવિલાસ કરે છે તે હું પણ ઘઉં. ૬ સ્વાવિવાનિદાનઃ-જે દેવે પોતે પિતાનું જ દેવીરૂપ વિકુવીને અન્ય સાથે વિષયવિલાસ કરે છે, તે દેવ થઉં.
૭ બહારતમુર (વિવાર) નિન -કામગ પ્રતિ વિરાગી થવાથી વિચારે કે-જ્યાં ( ઉપર મુજબ અંગપ્રવિચારાદિરૂપે ) કામગ નથી, તેવા (ત્રીજા આદિ) દેવલોકમાં ઉત્પન્ન થઉં. આ જીવ સ્વર્ગે જઈ ત્યાંથી વી મનુષ્ય આદિ થાય ત્યાં સમ્યગ્રદર્શન પામે પણ દેશવિરત્યાદિ ધર્મ ન પામે. ૮ રન્નાનાનઃ-(ઘણું ધનથી ઘણો આરંભ સમારંભ થવાને લીધે ઘણું પાપ બંધાય છે, માટે ) દરિદ્રપણું હોય તે જ આત્માને અત્યંત ઉદ્ધાર થાય, એમ વિચારી કે અનશની આત્મા “હું દરિદ્રી થઉં” એવું નિદાન કરે તે જીવ સ્વર્ગે જઈ ત્યાંથી થવી દરિદ્રી થઈ સર્વવિરતિ પણ પામે, પરંતુ મોક્ષ ન પામે.
8 શ્રાદ્ધનવાન –એ પ્રમાણે “શ્રાવકપણું સારું છે, માટે મરણ બાદ આ તપના પ્રભાવથી શ્રાવક થઉં” એવા નિદાનવાળો જીવ, અન્યભવે સર્વવિરતિ ન પામે. આ નવ નિયાણ ઉપરાંત સૌભાગ્યાદિ અનેક નિદાનો છે; પરંતુ તે બધાં નિદા=નિયાણાએ આ નવમાં જ અંતગત જાણવાં. નિદાન કરનારે જીવ પૂર્વભવે ઉત્કૃષ્ટ ઘમ આરાધ્ય હોય તે પણ સાતમી નારકી પામેલા સુમૂમ અને બ્રહ્મદરચક્રી આદિની જેમ પ્રાય: નરક આદિ દુર્ગતિનાં દુ:ખેને ભાગી થાય છે. કહ્યું છે કે “યુયદુપિ૦= અતિ ઘણું પણ તપ કર્યું હોય અને દીર્ધકાળ સાધુપણું પણ પાળ્યું હોય, પરંતુ તે પછી આત્મા નિદાન કરીને તે બધું વ્યર્થ હારી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org