Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૪૨૮ મી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતુસૂત્રની આ ટીકાનો સરલ અનુવાદ જાણતા નથી. ” માત્ર મંત્રાક્ષરોને સાંભળે જ છે છતાં તેનું ઝેર જેમ ઉતરી જાય છે, (તેમ ગણધરભગવંતગુંફિત પ્રતિક્રમણ સૂત્રના મંત્ર ક્ષર સમા અક્ષરો માટે સમજવું.) કારણ એક જ કે-મણિ, મંત્ર અને ઔષધિઓને અચિત્ય પ્રભાવ છે. આ સંબંધમાં દકાન્ત છે કે કઈ વૃદ્ધ ડોસીના “હંસ' નામના પુત્રને દુષ્ટ સર્પ કરડ્યો. પુત્ર નિરોણ બની ગયો. સર્વ કપાયે નિષ્ફળ જવાથી મંત્રવાદીઓએ પણ તેને ત્યજી દીધો ! આથી શકાત્ત બનેલી તે વૃદ્ધ માતા, વારંવાર પુત્રનું “હે હંસ! હે હંસ!” એમ નામ લઈ અનેક પ્રકારે વિલાપ કરતાં “હંસ” અક્ષરો ગારૂડમંત્રનાં બીજરૂપ હોવાથી તે અક્ષરનાં શ્રવણથી જ પુત્રનાં અંગમાંથી સર્પનું વિષ ઉતરી ગયું!” અથવા જેમ અગ્નિના ગુણદોષ નહિ જાણનાર બાળકની નજીકમાં રહેલે અગ્નિ, બાળકની ટાઢ દૂર કરે છે અથવા તેવા અજ્ઞાન બાળકે પીધેલું જળ તૃષાને દૂર કરે છે અથવા શેલડી-સાકર-ળ વગેરે, તેના ગુણના અજાણ એવા તે બાળકને સુસ્વાદુતા અને પુષ્ટિ આપે છે. ” તેમ બુદ્ધિની મંદતા વગેરેને લીધે સૂત્રાક્ષને ભાવાર્થ, બરાબર નહિ સમજનાર પ્રતિકામકને પણ પ્રતિક્રમણથી કર્મનો ક્ષય થાય છે. લઘુસ્તવ નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે-દૂઝવાં સંધ્રમાર=હે વરદા સરસ્વતી! જેણે (હારી આરાધનાના) અભિપ્રાયથી “પં-ઉં” મંત્રાક્ષને પણ અચાનક કેઈ સંભ્રમકારી વસ્તુ દેખીને “-” એ પ્રમાણે બિંદુ વિના પણ ઉચ્ચાય છે, તેમાં પણ મુખમાંથી હે દેવી! “તારી સત્વર કૃપા થયે સતે” ઉત્તમ વચનરૂપી અમૃતની મેઘધારા સરખી વાણી નીકળે છે! ૧ તાત્પર્ય એ છે કે સરસ્વતીની આરાધના માટેના તે મંત્રાક્ષને અશુદ્ધ ઉચરવા છતાં આરાધકનો આરાધના માટે ભાવ શુદ્ધ હોવાથી તેને તે અશુદ્ધ મંત્રાક્ષ પણ યથાર્થ ફલદાયી નીવડ્યા!'
તથા લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-કેઈએ કેઈને પૂછયું કે-તારે આંબા (કેરી) લેવી છે કે-રાયણ? પેલાએ કહ્યું- આંબા ના રાયણ” એ પ્રમાણે લોકભાષાથી અન્ય સંબંધમાં પણ ના રાયણ નારાયણનું નામ લેવાથી તેને રાજ્યાદિમહાફળની પ્રાપ્તિ થઈ. એ પ્રમાણે ૩૮ મી ગાથાને અર્થ સંપૂર્ણ. . ૩૮
અવતા–ઉપરોક્ત ૩૭-૩૮ બંને ગાથામાં કહેલાં દષ્ટાન્તને ફલિતાર્થ આ નીચેની ૩૯ મી ગાથાદ્વારા દર્શાવાય છે.
एवं अहविहं कम्मं, रागदोससमजिअं ॥
आलोअंतो अ निंदंतो रिवप्पं, हणइ सुसावओ ॥३९॥ જાથાર્થ એ પ્રમાણે તે અલ્પ પાપની આલેચના અને નિંદા કરત સુશ્રાવક, રાગદ્વેષથી ઉપાર્જેલાં આઠ કર્મોને શીધ્ર હણે છે. ક્ષય કરે છે. . ૩૯I.
કૃત્તિનો ભાવાર્થ -રાગદ્વેષથી ઉપાર્જેલાં “જ્ઞાનાવરણીય-દર્શનાવરણય–વેદનીય-મેહનીય -આયુષ્ય-નામ-શેત્ર અને અંતરાય” એ આઠ કર્મને ગુરૂ પાસે આલેચ અને આત્મસાક્ષીએ નિદત સુશ્રાવક, શીધ્ર હણી નાખે છે=આત્મ પ્રદેશથી છૂટા પાડી દે છે. (પ્રમાદ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org