Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 528
________________ શ્રી શાહપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ કર૩ જ્ઞાનાવરણીય ક્ષયે પશમથી હોય છે તથા – પાચ-૪ અને ૧૬ પ્રકારે તેમાં વર્ષ=સંસાર, તેને કાર=લાભ તે કષાય, ક્રોધ, માન, માયા, લેભ એમ ૪ પ્રકારના છે. કહ્યું છે કે-“શાં સં=કર્મ એ કષ અથવા ભવ એ કષ= સંસાર, તેની આવક છે જેનાથી તે કષાયે કહેવાય. તે ક્રોધાદિ ૪ કષાયો સંસારના મૂળ કારણે છે. ૧. તે ચારે કષાયે પુન: અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની અને સંજ્વલનભેદે ચાર ચાર પ્રકારે હવાથી ૧૬ પ્રકારે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણેઃ- જનતાની વાચ-છંદગી સુધી રહેનારા, નરકગતિ આપનાર અને સમ્યક્ત્વગુણને રોકનારા છે. તથા તે શોધ-પર્વતની ફાટ સરખો (સંધાય નહિ તે) હોય છે. માન-પત્થરના સ્તંભ સરખું લૂટે પણ નમે નહિ તેવું) હોય છે માવા-વાંસના નક્કર મૂળ સરખી : અત્યંત ગુપિલ) અને હોમ-મજીઠના રંગ સરખો (કોઈપણ ઉપાયે જાય નહિ તે હોય છે ત્યાહવાની જવાય – ૧ વર્ષ સુધી રહેનારા, તીયંચગતિ આપનારા અને દેશવિરતિ ગુણને રોકનાર છે. તથા તે કથા-તળાવની ફાટ (વરસાદથી સંધાય) સરખે છે માન-હાડકાં જેવું અકકડ મહાકષ્ટ નમે) માયા-મેંઢાનાં શીંગડા જેવી (સીધી થવી મુશ્કેલ છે અને એમ ગાડાની મળી સરખે છે. પ્રચાહવાની જવાચ:-ચારમાસની સ્થિતિવાળા, મનુષ્યગતિ આપનારા, અને સર્વવિરતિને રોકનારા છે. અને તે જે ધૂળની રેખા (વાયરે મટે) સરખો હોય છે, માન-કાષ્ટના સ્તંભ (ઘણા ઉપાયે નમે) સરખું, માયા-બળદના મૂત્રની વકતા સરખી અને હોમ-અંજન-કાજળના રંગ સરખે છે. સંત્રની વાચ-પંદર દિવસની સ્થિતિવાળા, દેવગતિ આપનારા અને યથા ખ્યાત ચારિત્રને રોકનાર છે અને તે જળની રેખા સરખો હોય છે માન-નેતરની સોટી સરખું, માથા-વાંસની છાલ સરખી અને રામ-હળદરના રંગ (સૂર્યના તડકે જાય) સરખે હોય છે. પ્રશ્ન-અનંતાનુબંધી આદિ કષાય જે નરકગતિ આદિ આપનારા કહ્યા, તો મિથ્યાષ્ટિ સંગમ વગેરે નિત્ય અનંતાનુબંધીના ઉદયવાળા છતાંય સ્વર્ગે ગયા, અને બીજા અપ્રત્યાખ્યાની કષાયવાળા શ્રેણિકાદિ તિર્યંચમાં જવાને બદલે નરકે ગયા તેનું કેમ? ઉત્તર –વાત ઠીક છે; પરંતુ અનંતાનુબંધી કે આદિ તે એળેય કષાયોમાંને એકેક કષાય અનંતાનુબ ધી-અનંતાનુબંધી, અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાની ઈત્યાદિપણે ચાર-ચાર પ્રકારના હોવાથી તે ૧૬ પ્રકારના કેધાદિ કષાના ૬૪ ભેદ થાય છે. એ હિસાબે અનંતાનબંધી ક્રોધ અતિ તીવ્ર હોય તે ૧૬ ભેદમાંના પહેલા અનંતાનુબંધી ક્રોધ જે જાણો. એનાથી કાંઈક મંદ હોય તે તે અનંતાનુબંધી ક્રોધ અપ્રત્યાખ્યાની જેવો હોય છે, એનાથીય મંદ હોય તો પ્રત્યાખ્યાની છે અને એ જ અનંતાનુબંધી ક્રોધ અત્યંત મંદ હોય તે સંજવલન જેવો હોય છે. એ પ્રમાણે અપ્રત્યાખ્યાની ક્રોધ પણ અનંતાનુબંધી જેવો-અપ્રત્યા ખ્યાની જેવો અને સંજવલન જેવો હોય છે. એ જ પ્રમાણે પ્રત્યાખ્યાની ક્રોધ પણ અનંતાનબધી આદિ ૪ પ્રકારે અને સંજવલનને ક્રોધ પણ અનંતાનુબંધી આદિ ૪ પ્રકારે હોય છે. એ પ્રમાણે જેમ ૧૬ પ્રકારે ક્રોધ છે, તેમ માન-માયા-લોભ પણ ૧૬-૧૬ પ્રકારે હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558