Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૯૩ અનુકંપા=દયાદાન, ધર્મનું અંગ ગણાય છે. ૫૧ થી ૫૬ તે સિવાય ઈતરદાનમાં જે કીર્તિ-ઉચિત-લજજા-પ્રીતિ વગેરે દાને છે તે માત્ર આ લેકમાં જ કીર્તિ પામવી, ઔચિત્ય સચવાવું વગેરે ફલવાળાં છે. ૫૭ કીર્તિદાન વગેરે દાનમાં પણ કદાચ જે ધર્મ સહાય કે ધર્મનિવાહની બુદ્ધિ હોય છે તેમાંનું પણ કોઈ દાન કવચિત્ ધમગ બનવાને પણ સંભવ છે. તથા શીલ એટલે સર્વથી કે દેશથી અબ્રહ્મને ત્યાગ=બ્રહ્મચર્ય, તેમાં દેશથી બ્રહ્મા ચર્ય, સ્વદારસંતેષ અને પરસ્ત્રીત્યાગ એમ બે પ્રકારે છે. તે ૫૯ તથા દુ:સાધ્ય કાર્યનું સાધક અને તીવ્રકનું પણ ઘાતક એવું “૬ બાહ્ય અને ૬ અત્યંતર, એમ ૧૨ પ્રકારનું તપ છે. અને સર્વધર્મોનાં જીવનરૂપ તથા સંસારછેદક એવી અનિત્ય-અશરણ આદિ ૧૨ પ્રકારની શુભ ભાવના છે. In ૬૦-૬૧. એ ચાર પ્રકારના ધર્મનું સમ્યફત્વસહિત આરાધના કરતાં આત્મા, મોક્ષપર્યત સુખ-સમૃદ્ધિ પામે છે. માટે બુદ્ધિમાન જને ધર્મ આદર. ૬રા તેમાં પણ ધનના અથીએ સુપાત્રદાન આદિમાં વિશેષ યત્ન કરે. કારણ કે-કદિ પણ આપ્યા વિના મળતું નથી અને વાવ્યા વિના લણાતું નથી. ૬૩ વળી ધનનો લાભ થયા પછી પણ જે સંતોષ રહે તે જ સુખ અનુભવાય. સતોષ વિના ઈન્દ્રાદિની ઋદ્ધિમાંય કદી સુખ નથી. ૬૪ . ”
સદ્દગુરૂના એ ઉપદેશથી બેધ પામેલ શુદ્ધબુદ્ધિ ગુણાકર, સમ્યક્ત્વ આદિ ધર્મને ચિંતામણની જેમ પામીને અત્યંત ખુશ થયે, અને શ્રદ્ધહીનતાને લીધે ગુણધરને તે તે દેશના પિત્તને લીધે કડવા મહવાળાને સાકરની જેમ લેશમાત્ર રૂચિ નહિં! I ૬૫-૬૬ ગુરૂનું તે એકનું એક વચન, પરિણતિ ફરકના ગે મેઘનાં જળની જેમ પાત્રને વિષે અમૃતપણાને અને કુપાત્રને વિષે વિષપણાને પામ્યું. ! ! ૬૭ મે કહ્યું છે કે “સા સાર્ડ ૩૪૦ = સ્વાતિ નક્ષત્ર પણ જે છે તે જ છે, અને તે નક્ષત્રમાં વર્ષેલું જળ પણ તે જ છે, છતાં પાત્રભેદે મહાનું અંતર હોય છે. જેમકે-સર્ષનાં મુખમાં પડયું તે ઝેર થાય છે અને છી સંપુટમાં પડ્યું તે મેતી થાય છે. ૬૮ ” ગુરૂથી ધર્મ પામ્યા ત્યારથી ગુણાકર, સુપાત્રદાનાદિકમાં વિશેષ ઉદ્યમી થયે શિષ્ટપુરૂએ ફરમાવેલ વરતુ સજજનોને વડનાં બીજની જેમ ફાલેફુલે
છે. જે ૬૯ ગુણાકરની મતિ, દાનાદિકને વિષે જેમ જેમ પ્રસગુણાકરને વંચીને ગુણધરે રતી જાય છે તેમ તેમ જાણે સ્પદ્ધથી જ હોય, તેમ તેની એકાકી પરદેશ જવું. કીર્તિ પણ પ્રસરતી જાય છે. તે ૭૦ : જ્યારે મિત્રને વિષે પણ
પરની જેમ અતિ મત્સર ધરતે તુચ્છબુદ્ધિ ગુણધર તો તુચ્છ વિચારોથી ચિતવે છે કે-“અહો ! સર્વલેકે ધનથી ખરીદાઈ જવાની જેમ ગુણાકરના જ ભાગ્ય અને સૌભાગ્યાદિ પ્રશંસે છે, અને હું તેનાથી અધિક ગુણવંત હોવા છતાં મારા ગુણ તે કઈ બ્રમથી પણ બોલતું નથી! ખરેખર ગાડરીયા પ્રવાહમાં પડેલ લોક તત્વશૂન્ય હોય છે | ૭૧ થી ૭૩. વળી આ ગુણાકરની સંગ થી મને લાભ શું? ઉલટું મહત્વ ઘટે છે. વળી પરાનુગામીને પ્રાયઃ નિર્માલ્ય કહેલ છે | ૪ | કહ્યું છે કે “પાનુગામી પવવત્ર = બીજાને પગલે ચાલનાર, બીજાનું મુખ દેખનાર, પરનું અન્ન ખાનાર, પરનું ચિત્ત રાજી રાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org