Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૩૯ર થી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ શિકાને સરલ અનુવાદ શુભેદય સર્વજનેને બતાવી આપીશ:” ૩૮-૩૯ / એમ અતિ ગર્વિષ્ઠ બનેલ તે ગુણધરની સાથે સરળ ગુણાકર, તે મઠમાંથી ઉઠડ્યા અને હર્ષપૂર્વક ઉદ્યાને આવ્યો. ત્યાં મૂર્તિમંત ધર્મ જેવા ધર્મદેવ નામના ગુરૂને જોઈ હર્ષ પામેઅને નમનપૂર્વક પૂછ્યું કે-“હે પ્રભુ! આપ પ્રસન્ન થઈ મને સવાર કહો કે–પિતાને ઈષ્ટ લક્ષ્મીનું ઉપાર્જન કયા ઉપાયથી થાય?” ગુરૂ હજી ખુલાસે આપે છે, તેવામાં તુચ્છતાને લીધે વચમાં જ બેલવા ઉત્સુક બનેલ ગુણધર બે કે- “હું! લક્ષમી મેળવવાને ઉપાય” વ્યવસાય વગેરે છે, એમ મેં તે તને (આ ગુરૂ જણાવે તે) પહેલાં જ બતાવેલ છે. જે ૪૦ થી ૪૩ | ગુણાકરે કહ્યું- હે મિત્ર! એ તો હું પણ જાણું છું, પરંતુ આ પ્રશ્ન તો તે સંબંધમાં વિશેષ અર્થ જાણવા માટે છે. કારણ કે-સાધુપુરુષે જ વિશેષજ્ઞ હોય છે. તે ૪૪ છેગુરૂજી પણ બોલ્યા કે- “હે ભાઈઓ સાધુઓ તત્વની વાત કરે છે. હું તમને તે બાબત તાત્વિક વાત કહું છું, તે તમો સ્થિરચિત્તે સાંભળે –
ફલને મુખ્ય હેતુ જેમ બીજ છે તેમ લક્ષમી વગેરેનો નિ:સંદેહ હેતુ ધર્મ છે. બીજને જલસિંચન આદિની જેમ (લક્ષ્મીની પ્રાપ્તિમાં) વ્યવસાય વગેરે કારણો સંદેડવાળા હોવા છતાં પણ સહકારી કારણે છે. દેખાય પણ છે કે-સુબુદ્ધિમાન હોવા છતાં પણ અને અતિ ઉદ્યમી હોવા છતાં પણ ઘણુંજને અતિ દરીદ્રી રહે છે, અને નિબુદ્ધિ હોવા છતાં પણ તેમજ નિરૂધમી હોવા છતાં પણ ઘણાજનો લમીના વિલાસે કુબેર બન્યા રહે છે. તે ૪૫ થી ૪૭ | કહ્યું છે કે-“સમાવતુાં અનેકજણ સમાનકિયા કરે છે છતાં પણ ફલ સરખું હોતું નથી,
જુદી જુદી ક્રિયા કરે છે છતાં સરખું ફલ હોય છે, સક્રિયાઓમાં અસુંદર અને અસતક્રિયાઓમાં સુંદર ફલ જેવાય છે ! (માટે કેવલ ક્રિયા=વ્યવસાયથી ધાર્યું ફલ મળતું હોવાની વાત સ્થાને નથી, ત્યારે નક્કી છે કે-) પ્રાણીઓને ફલપ્રાપ્તિમાં જે કોઈ નિમિત્તકારણ હોય તે તે ધર્મ છે. સૂર્ય તેથી કરીને ધર્મને વિષે જ યત્ન કરે, ને ધર્મને જ હૃદયમાં સ્થાપક કે-જે ચિત્તને ઈષ્ટ એવી સર્વ પણ સંપત્તિઓ તત્કાલ આપે છે ૪૮-૪૯એ કહ્યું છે કેપતi =ધર્મથી ધન મળે છે, ધનથી જ પાંચે ઈદ્રિયેના સુખની સામગ્રી મળે છે અને તે સામગ્રીથી જ ઇંદ્રિયજન્ય સુખ પ્રાપ્ત થાય છે. માટે કાર્યના અથએ પ્રથમ તે તે કાર્યનું કારણ જ નક્કી કરવું જોઈએ. એ હિસાબે (સુખ અને સુખને આપનાર ધનના અથજનોએ પણ) ધર્મ કરે, એમ જ્ઞાની પુરૂ કહે છે. ૫૦ તે ધર્મ, દાન-શીલ-તપ અને ભાવ એમ ચાર પ્રકારે છે. તેમાં દાન ચાર પ્રકારે -૧ અભયદાન, ૨ જ્ઞાનદાન, ૩ ધર્મોપર્ણ. ભદાન, અને ૪ ઈતરદાન: મૃત્યુથી ભય પામતા પ્રાણુને પરમ હર્ષનું કારણ જે રક્ષણ, તે સર્વદાનમાં પ્રધાન એવું અભયદાન છે. સુશાસ્ત્ર ભણાવવાં અને સ્થાન-પુસ્તકાદિ આપવા વડે ભણનારને સહાય આપવી તે જ્ઞાનદાન છે. સાધુ કે શ્રાવકને ધર્મનિવૉહાથે અન્નવસ્ત્રાદિ અનેક પ્રકારનું દાન કરવું તે ધમેપષ્ટભદાન છે. તે તે પાત્ર, યોગ્ય હોવાથી જ્ઞાની તેને પાત્રદાન પણ કહે છે. તે ત્રણેય દાનનું મુખ્ય ફલ મેક્ષ અને પ્રાસંગિક ફલ દેવ વગેરે સગતિ છે. શું ઈતરદાન, કે-જે અનુકંપા-કીરિ-ઔચિત્યાદિ અનેક પ્રકારનું છે. તેમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org