Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૮ શ્રાદ્ધપ્રતિકમણુ-વંદિત્તસૂત્રની આદશે ટીકાને સરલ અનુવાદ કયાંથી હોય? | ૨૮ આથી મોટાભાઈની સ્ત્રીને પ્રથમ રહેલ ગભૉધાન પ્રસંગે મહામહોત્સવ દેખીને દ્વેષમાં પડેલ નાનો ભાઈ “આને પુત્રી જ અવતરજો ” એમ ચિંતવવા લાગ્યા. ર૯ ક્રમ કરીને મોટાભાઈને ઘેર (પુત્રીને બદલે) પુત્ર અવતર્યો અને જન્મોત્સવ પણ મહાન ઉજવાય! છતાંય કુમતિ એવા નાનાભાઈએ તે પિતાની ભેજાઈના સાત ગર્ભ સુધી પિતાની પ્રિયા સહિત એ પ્રમાણે દુભાવના રાખીને દુષ્કર્મ બાંધ્યું. ( ૩૦ ડિમેડતિદિg: સ, સૌ જોડ સ્ત્રક્ષના પુત્રોડથતુ અથાગ ā રૂદ્રાવતાર -વળી પિતાની તે ભેજાઈને આઠમો ગર્ભ રહ્યો ત્યારે અત્યંત શ્રેષવાળે તે નાનભાઈ-ધર્મદત્ત વિચારવા લાગ્યું કેભલે આને આ આઠમે પણ પુત્ર થાવ પરંતુ તે એ તે કુલક્ષણવાળો થાવ કે-જેથી વાયરાથી હણાયેલ વાદળાંની જેમ મોટાભાઈનું સર્વધન નાશ પામે. ૩૧. આ બાજુ નાના ભાઈ ધનદત્તની સ્ત્રીને સાત ગર્ભ રહ્યા ત્યાં સુધી મોટાભાઈ ધર્મદાસ અને તેની સ્ત્રીએ વિચાર્યું કર્યું કે-નાના ભાઈને તેનાં ધનને નાશ કરનારા પુત્ર થાવ.” | ૩૨ પરંતુ પુણ્યદયે નાનાભાઈની સ્ત્રીને તે સાતે પુત્ર સુલક્ષણા જ થયા અને મોટાભાઈએ ફેકટ જ તીવકર્મ ઉપામ્યું ! શુભ પ્રત્યેના દ્વેષી દ્વેષને ધિક્કાર છે. આ ૩૩ . મૈડઝમે તુવનાનાભાઈની સ્ત્રીને આઠમો ગર્ભ રહે તે મોટોભાઈ વિવેક જાગવાને લીધે પ્રથમ કરેલ દુર્ગાનને પશ્ચાત્તાપ કરતે થકે “એને સારાં “લક્ષણ અને ગુણવાળે પુત્ર થાવ એ પ્રમાણે ચિંતવવા લાગે.
૩૪. ક્રમે કરીને સ્ત્રીઓ સહિત બંને ભાઈઓ વેરભાવથી નિવર્યા અને શ્રાવકધર્મનાં આરાધનથી દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવીને તે તમે બંને બંધુઓ આ પ્રજ્ઞાકર અને ધન્યશ્રેષ્ઠી થયા અને ધર્મદાસ તથા ધર્મદત્તના ભવમાં બંનેએ કરેલ તે દુષ્યનાદિનું તમે આ ભવે અનુભવેલું તે પ્રકારનું ફલ પામ્યા. આ ૩૫ પરને માટે જેવું ચિતવે તેવું પિતે પામે છે, એ જોતાં કે શુભેચ્છક એ હોય કે-જે સ્વને પણ પરનું અશુભ ચિંતવે ૩૬ ! માટે છે સ્વાહિતાથી જ ! દુખની ખાણરૂપ દ્વેષને તજીને ત્રણ જગતને વિષે પૂજ્યતાના હેતુભૂત એવી મિત્રી આદિ ભાવનાનું ચિત્વન કરો. || ૩૧ || ચેથા ષોડશકની અંદર તે
૧-પ્રવચન સારોદ્ધાર, લોકપ્રકાશ વગેરે ગ્રંથમાં દીક્ષાના “ગર્ભાછમ જન્માષ્ટમ અને જન્માષ્ટ’ એમ ત્રણ પ્રકાર જણાવેલ છે. આ શ્રી વદિસત્રના અનુવાદના કર્તા પૂ ઉ. શ્રી ધર્મવિ. મહારાજે પણ બૃહસ્રગ્રહણ સાથમાં એ પ્રમાણે “ગર્ભથી આઠમું, જન્મથી આઠમું અને જન્મથી આઠ' એમ અર્થ કરીને દીક્ષાના ત્રણ પ્રકાર જ વર્ણવેલ છે. આમ છતાં નવા તિથિમત વાળાભાઈઓ, “ગર્ભષ્ટમ ને ગર્ભથી આઠ પૂરા'
કલ્પિત અથ ઉપજાવીને દીક્ષાના બે પ્રકાર જ હોવાનું શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપે છે અને તેમ કરીને “જન્માષ્ટમ” શબ્દના અર્થને “ગાર્માષ્ટમ”નો અર્થ બળાત્કારે બનાવી દે છે તથા “જન્માષ્ટમ' નામના બીજા પ્રકારને જ ઉનાવી દે છે! ત્યારે તે નવીન ભાઈઓને પ્રશ્ન છે કે અહિં તમે “નર્મદા ' શબ્દનો “ગર્ભથી આઠ પુરા” એવો સ્વપિત અર્થ માનીને ચાલશે કે- ગર્ભથી આઠમું’ એ શાસ્ત્રીય અર્થ માનીને જ ચાલશે ? - ૨-આથી પણ ગર્ભષ્ટમને “ગર્ભથી આઠમું” એમ જ અર્થ માને તે જ તે ભાઇઓનું ઠેકાણું પડે તેમ છે. અન્યથા તેઓ અહિં પણ “આમ પૂર્ણ ગર્ભ એ અસદ્ અર્થ કરવાની મુશીબતમાં મૂકાય તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org